જપ્ત કરેલ ૨૨ વાહનોની હરરાજી થતા રૂપિયા એક લાખની આવક

587

ભાવનગર શહેર પોલીસ દ્વારા વિવિધ ગુનાઓના કામે અપરાધીઓ પાસેથી વાહનો કબ્જે કર્યાં હોય જેમાં કાયદાની જોગવાઈ મુજબ વાહન ધારકોને પોલીસ મથકે થી કાયદા મુજબ વાહનો છોડાવી જવા નોટિસ પાઠવવામાં આવી હતી આમ છતાં ૨૨ જેટલા આસામીઓ લાંબા સમયનાં અંતે પોતાના વાહનો છોડાવવા ન આવતા સરકારી જોગવાઈ મુજબ જાહેર હરરાજી યોજવામાં આવી હતી આ હરરાજી મા શહેરના ૩૦ વેપારીઓ એ રસ દાખવ્યો હતો અને આ હરરાજી માં વાહનોના વેચાણ થકી પોલીસને રૂપિયા ૧,૦૪૦૦૦/-ની આવક થતાં આ રકમ સરકારી નાણાં કોષમાં જમા કરાવવામાં આવી હતી.

Previous articleબોર્ડની પરીક્ષાના ઓફલાઇન ફોર્મ તા.૧૬મી સુધી લેટ ફી અને પેનલ્ટી સાથે ભરી શકશે
Next articleપતિનો હાથ પકડીને કરિશ્મા તન્નાએ ગૃહ પ્રવેશ કર્યો