લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે કોરોના ગાઈડલાઈન્સનું સારી રીતે પાલન કરવું જોઈએ, આમ ના કરવાથી સ્થિતિ વધારે કપરી બની શકે છે
જીનિવા, તા.૯
હાલ દુનિયાભરમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના લીધે નવા કેસમાં વધારો થયો છે. ભારતમાં સ્થિતિ બેકાબૂ બન્યા બાદ હવે ત્રીજી લહેર નબળી પડતી દેખાઈ રહી છે. આવામાં હજુ એક નવા વેરિયન્ટની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ડબલ્યૂએચઓજણાવે છે કે ઓમિક્રોન વેરિયન્ટ છેલ્લો વેરિયન્ટ નથી, આના પછીનો વેરિયન્ટ વધારે સંક્રમિત કરનારો હોઈ શકે છે. આવામાં લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે કોરોના ગાઈડલાઈન્સનું સારી રીતે પાલન કરવું જોઈએ, આમ ના કરવાથી સ્થિતિ વધારે કપરી બની શકે છે. ડબલ્યૂએચઓના કોવિડન-૧૯ ટેક્નિકલ લીડ, મારિયા વેન કેરખોવ જણાવે છે કે, ઓમિક્રોન છેલ્લો વેરિયન્ટ નથી, તમને અમને આ મુદ્દે બોલતા સાંભળશો. આગામી વેરિયન્ટ વધારે શક્તિશાળી હોઈ શકે છે, અમારો કહેવાનો મતલબ એવો છે કે આગામી વેરિયન્ટ વધુમાં વધુ લોકોને સંક્રમિત કરશે કારણ કે હાલના વેરિયન્ટને તે પાછળ છોડીને આગળ નીકળી જશે. મોટો સવાલ એ છે કે નવો વેરિયન્ટ વધારે ગંભીર હશે કે નહીં તે ભવિષ્યમાં ખ્યાલ આવશે.આ સિવાય ડબલ્યૂએચઓદ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે, એવી પણ સંભાવના છે કે નવો વેરિયન્ટ હાલ કરતા વધારે ઘાતક સાબિત થઈ શકે, હાલની રસી તેની સામે સક્ષણ આપવામાં સક્ષમ સાબિત ના થઈ શકે, ત્યાં સુધી કે ગંભીર બીમારી અને મોતથી બચવા માટે રસી ઉપયોગી પણ સાબિત થઈ શકે છે. માટે ઝડપી રસીકરણ કરવામાં આવે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. આ પ્રકારની સ્થિતિ ઉભી ના થાય તે માટે આપણે વાયરસ ઓછો ફેલાય તેની કાળજી રાખવી જોઈએ. મારિયાએ આગળ કહ્યું કે, અમને લાગે છે કે યોગ્ય હસ્તક્ષેપના કારણે કોરોનાના વધતા કેસને હળવા કરી શકાય તેમ છે. પરંતુ આ સ્થિતિમાં પણ જેમણે રસી નથી લીધી કે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેમના માટે વાયરસ ઘાતક સાબિત થઈ શકે છે. તેમણે એવી પણ ચેતવણી આપી છે કે, દુનિયા કોરોનાના વધતા કેસની સિઝનલ પેટર્ન પર પણ નજર કરી શકે છે, કારણ કે આ વાયરસ શ્વાસની તકલીફ ઉભી કરે છે.