ભાવનગરમાં શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટે સોનીની હવેલી-મંદિરનો 10મો પાટોત્સવની ઉજવણી કરી

87

મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
ભાવનગર શહેરના મેઘાણી સર્કલ નજીક સોનીની હવેલી-મંદિરનો 10મો પાટોત્સવની ઉજવણી કરાઈ હતી. આ તકે આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા શહેરના મેઘાણી સર્કલ નજીક સાંઈબાબાના મંદિરની સામે આવેલા સોનીની હવેલી-મંદિરનો 10મો પાટોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સવારે 10 થી 12 હવેલી-મંદિરમાં મહાપૂજા તેમજ અલૌકિક વ્રજ કમળના મનોરથના દર્શન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની મહામારીના કારણે આ વર્ષે શોભાયાત્રા તેમજ મહાપ્રસાદ(સમુહ ભોજન)નો કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે. સમસ્ત સોની સમાજને પાટોત્સવની મહાપૂજાનો શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટના સભ્યો, ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

Previous articleમહિલાઓ બિકિની કે હિજાબ ગમે તે પહેરે : પ્રિયંકા ગાંધી
Next articleભાવનગરના મામસા ગામે નેપાળી યુવાનની અજાણ્યા શખ્સોએ લોખંડના સળિયાના ઘા ઝીંકી હત્યા કરી