વાંચનની તાલીમ આપતા નિર્મોહીબેન ભટ્ટનાં માર્ગદર્શન નીચે 38 બાળકો તાલીમ લઇ રહ્યા છે
ભાવનગર શહેરના શિશુવિહાર સંસ્થા ખાતે બાળકો માટે તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છેય જેમાં બાળકોમાં વાર્તા- વાંચન કૌશલ્ય તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીમાં શાળાના બાળકોમા વાચન-લેખનની આદત ભુલાઈ ગઈ છે. ત્યારે તેમાંથી પાછા ફરી શિશુવિહાર સંસ્થામાં હિમેશભાઈ ત્રિવેદીના સૌજન્યથી ચાલતા કૌશલ્ય તાલીમ કેન્દ્રના ઉપક્રમે ‘પંચતંત્ર’ અને ‘હિતોપદેશ’ જેવી બોધ વાર્તા- વાંચન અને તે પછી ચર્ચા દ્વારા અવૈધિક તાલીમ પુનઃ શરૂ કરવામાં આવી છે. પુસ્તકાલયના ઉપક્રમે ગણન વાંચનની તાલીમ આપતા નિર્મોહીબેન ભટ્ટનાં માર્ગદર્શન નીચે 38 બાળકો તાલીમ લઇ રહ્યા છે. શાળાઓમાં શિક્ષણ કાર્ય હજુ ગોઠવાયું નથી. ત્યારે પોષક આહાર અને અવૈધિક તાલીમ નવી પેઢી માટે ઉત્સાહજનક બની રહે છે. બાળકોમાં વાંચન રસ કેળવાય અને બાળકોને નવું નવું જાણવા મળે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.