ભાવનગરમાં ત્રણ વર્ષ પૂર્વે અપહરણ અને ખંડણીના કેસમાં સંડોવાયેલા 4 આરોપીઓને અદાલતે 10 વર્ષની સજા ફટકારી

231

ક્રેસંટ વિસ્તારમાં વર્ષ 2018માં હોસ્ટેલના સંચાલકનું અપહરણ કરી તેના પર જીવલેણ હમલો કરાયો હતો
ભાવનગર શહેરના ક્રેસંટ વિસ્તારમાંથી 2018 ના વર્ષમાં એક હોસ્ટલ સંચાલકનું 4 શખ્સોએ અપહરણ કર્યુ હતું. તેમજ જીવલેણ હુમલો કરી અને ખંડણીની માંગણી કરી હતી. આ ઉપરાંત હત્યાની કોશીસ કરી હતી. તે અંગેનો કેસ આજ રોજ ભાવનગરના 5 માં એડીશનલ સેશન્સ જજ એચ.એન.વકીલની અદાલતમાં ચાલી જતાં અદાલતે સરકારી વકીલ બી.જે.ખાંભલીયાની અસરકારક દલીલો, આધાર પરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને 10 વર્ષની કેદની સજા અને રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત વિતગો મુજબ શહેરના મેઘાણી સર્કલ વિસ્તારમાં આવેલા આરાધના ટાવર ફલેટ નં.202 માં રહેતા અને કાળીયાબીડ વિસ્તારમાં શીવાલીક તથા શિવાંજલી હોસ્ટલ ધરાવતા યોગેશ બાલશંકરભાઈ ધાંધીયાને કાળીયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા વનરાજસિંહ મંગળસિંહ ગોહિલ સાથે કોઈ મુદ્દે માથાકુટ થઈ હતી. જેથી ફરીયાદી યોગેશભાઈએ વનરાજસિંહ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. આ બાબતની દાઝ રાખી ગત તા.15/5/18 ના રોજ આરોપીઓ વનરાજસિંહ મંગળસિંહ ગોહિલ રહે. કાળીયાબીડ, ધિરેન્દ્ર ઉર્ફે ધીરૂભા જીલભા જાડેજા રહે.વાંકી ગામ, તા.મટ્ઠા જી. કચ્છભજ, સુરેશભાઈ ઉર્ફે ગગો રવજીભાઈ બારૈયા રહે. સાગવાડી કાળીયાબીડ, સનીલ ઉર્ફે ભોલો કાંતિભાઈ ઢાપા રહે. કાળીયાબીડ સહિતનાઓએ મારતીવાન લઈને શહેરના ક્રેસંટ સર્કલ નજીક થી યોગેશભાઈનુ બળજબરી પૂર્વક અપહરણ કરી નાસી છુટયા હતા. આ બનાવ રોડ પર લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો. યોગેશનુ અપહરણ કરી કાળીયાબીડ વિસ્તારમાં લઈ જઈ તેને માર મારી હત્યાની કોશિષ કરી ખંડણીની માંગ કરી હતી. આ બનાવ અંગે જે તે સમયે ઘોઘા રોડ પોલીસ મથકમાં યોગેશે ઉપરોકત 4 શખ્સો સામે ફરીયાદ નોંધાવતા IPC ક.307, 364(ક), 323, 504, 34 તથા જી.પી.એકટ-135 મજબ ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ આજ રોજ ભાવનગરના 5 માં એડીશનલ સેશન્સ જજ એચ.એન.વકીલની અદાલતમાં ચાલી જતાં અદાલતે સરકારી વકીલ બી.જે.ખાંભલીયાની અસરકારક દલીલો, દસ્તાવેજી પુરાવા–48 અને મૌખિક પુરાવા–20 વગેરે ધ્યાને રાખી આરોપીઓ વનરાજસિંહ મંગળસિંહ ગોહિલ, ધિરેન્દુ ઉર્ફે ધીરુમા જીલભા જાડેજા, સરેશભાઈ ઉર્ફે ગગો રવજીભાઈ બારૈયા, સનીલ ઉર્ફે ભોલો કાંતિભાઈ ઢાપા સહિતનાઓ સામે ઈ.પી.કો.ક.307 મજબનો ગુનો સાબિત માની આરોપીઓને તકસીરવાન ઠરાવ્યા હતા. કોર્ટે આરોપીઓને 10 વર્ષની કેદની સજા તેમજ રોકડા પ્રત્યેક આરોપીને 5 હજારનો દંડ તેમજ IPCક.304 મુજબ 10 વર્ષની કેદની સજા ફટકારી હતી. આ ઉપરાત રોકડા પ્રત્યેક આરોપીને 5 હજારનો દંડ તેમજ ઈ.પી.કો.ક.504 મુજબ 6 માસની કેદ અને પ્રત્યેકને 100 નો દંડ તેમજ ઈ.પી.કો.ક.506(2) મુજબ 1 વર્ષની કેદ અને 500 નો દંડ આરોપીઓને અદાલત દ્વારા ફટકારવામાં આવ્યો હતો.

Previous article‘પંચતંત્ર’ અને ‘હિતોપદેશ’ જેવી બોધ વાર્તાના વાંચન માટે ભાવનગર શિશુવિહાર સંસ્થા ખાતે કૌશલ્ય તાલીમ કેન્દ્ર શરૂ કરાયું
Next articleરાણપુરમાં નવનિયુક્ત PSI એસ.એચ.ભટ્ટ એ મુખ્ય બજારમાં ફુટ પેટ્રોલિંગ કર્યુ.