રિલાયન્સ જ્વેલ્સે 28 ફેબ્રુઆરી સુધી ‘ડ્રીમ ડાયમન્ડ સેલ’ નામની સ્પેશ્યલ ઓફરની જાહેરાત
ભારતની અગ્રણી જ્વેલરી બ્રાન્ડ રિલાયન્સ જ્વેલ્સએ સ્પેશ્યલ વેલેન્ટાઇન્સ ડે કલેક્શન “ફ્લોરિયો” પ્રસ્તુત કર્યું છે. આ કલેક્શન પ્રેમને વધારવામાં મદદરૂપ થશે. પ્રેમના સંવર્ધન અને સમયની સાથે પ્રેમની ગાંઠ મજબૂત કરવાના વિચાર સાથે રિલાયન્સ જ્વેલ્સે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરવા બારીક અને આધુનિક ડિઝાઇનો સાથે આ વિશિષ્ટ ડાયમન્ડ જ્વેલરી કલેક્શન પ્રસ્તુત કરવાની સાથે પ્રેમની આ સિઝનને ઉજવણી કરી છે. કલેક્શનમાં વિવિધ ડિઝાઇન ફૂલો અને વનસ્પતિઓ દ્વારા પ્રેરિત છે, જે દરરોજ સારી રીતે વિકસે છે. જેમ નવા વાવેલા બિયારણ સુંદર છોડ બની જાય છે, તેમ આ એવી લવ સ્ટોરી છે, જે સુંદર સંબંધોમાં વિકસે છે, ખીલે છે. તમામ સારી બાબતો સમયની સાથે વિકસતી જોવા મળે છે. આ સુંદર ડાયમન્ડ કલેક્શનમાં દરેક પીસ પ્રેમના ખરાં અર્થને ફેલાવવા માટે કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યો છે. પ્રેમનો ખરો અર્થ છે – તમારી પ્રિય વ્યક્તિની સાથે રહો અને પ્રેમ સાથે સંયુક્તપણે ખીલવું. સ્પેશ્યલ કલેક્શન ‘ફ્લોરિયો’ બારીક ડિઝાઇન સાથે રોઝ ગોલ્ડ અને યેલ્લો ગોલ્ડમાં સમકાલિન રિંગ અને પેન્ડન્ટ સ્વરૂપે ઉપલબ્ધ છે, જેની કિંમત રૂ. 12,000થી થાય છે. આ પ્રેમની આદર્શ અભિવ્યક્તિ છે અને ગાઢ જોડાણ છે, જે સમયની સાથે એકબીજાની સાથે વિકસવાનું પસંદ કરે છે. આ પર્સનલ જ્વેલરી કલેક્શન્સમાં મોટો વધારો પુરવાર થશે અને તમારી પ્રિય વ્યક્તિની પ્રશંસા સ્વરૂપે કામ પણ કરશે. નવા કલેક્શનના ઉમેરા સાથે રિલાયન્સ જ્વેલ્સે 28 ફેબ્રુઆરી સુધી ‘ડ્રીમ ડાયમન્ડ સેલ’ નામની સ્પેશ્યલ ઓફરની જાહેરાત કરી છે, જેમાં રિલાયન્સ જ્વેલ્સમાં ડાયમન્ડના ઉત્પાદનો પર ઇનવોઇસ મૂલ્ય પર 25 ટકા સુધીની છૂટ સામેલ છે. ગ્રાહકો ગોલ્ડ જ્વેલરીના ઘડામણના ચાર્જ પર 25 ટકા સુધી છૂટનો લાભ પણ લઈ શકે છે. આકર્ષક કલેક્શન સમગ્ર દેશમાં રિલાયન્સ જ્વેલ્સના તમામ ફ્લેગશિપ શોરૂમમાં વિશિષ્ટ રીતે ઉપલબ્ધ થશે અને રિલાયન્સ
જ્વેલ્સની વેબસાઇટ www.reliancejewels.com પર પસંદગીની એક રેન્જ ઉપલબ્ધ થશે. આ નવા કલેક્શન વિશે રિલાયન્સ જ્વેલ્સના સીઇઓ સુનિલ નાયકે કહ્યુ હતું કે, “પ્રેમની આ સિઝનમાં અમે અમારા નવા કલેક્શન ‘ફ્લોરિયા’ દ્વારા અમારા કિંમતી ગ્રાહકો સાથે પ્રેમના ખરાં અર્થને વહેંચવા ઇચ્છીએ છીએ. અમારો ઉદ્દેશ અમારા ગ્રાહકોમાં શ્રેષ્ઠને બહાર લાવવાનો છે. “પ્રેમમાં વૃદ્ધિ” ની ફિલોસોફી દ્વારા પ્રેરિત દ્વારા આ ડિઝાઇનો સાથે અમને એકબીજાને પ્રેમ કરવા દુનિયાને પ્રેરિત કરવાની અને મજબૂત સંબંધોનું નિર્માણ કરવાની આશા છે.” રિલાયન્સ જ્વેલ્સ વિશે: રિલાયન્સ જ્વેલ્સ એ રિલાયન્સ રિટેલ લિમિટેડનો ભાગ છે, જે ભારતમાં ટોચની 10 વિશ્વસનિય બ્રાન્ડમાં સામેલ છે. બ્રાન્ડ ગોલ્ડ, ડાયમન્ડ અને સિલ્વર જ્વેલરી કલેક્શનની આકર્ષક અને બહોળી રેન્જ ઓફર કરે છે. ડિઝાઇન અને કારીગરી પર ધ્યાન કેન્દ્રિત કરીને બ્રાન્ડનો ઉદ્દેશ અમારા ગ્રાહકોને કળા, કારીગરી અને ભારતના સમૃદ્ધ વારસાથી પ્રેરિત વિશિષ્ટ અને એક્સક્લૂઝિવ કલેક્શન ઓફર કરવાનો છે. રિલાયન્સ જ્વેલર્સ એના ગ્રાહકના જીવનની દરેક યાદગાર ક્ષણને ઉજવવામાં માને છે. રિલાયન્સ જ્વેલ્સ 125થી વધારે શહેરોમાં 250થી વધારે ફ્લેગશિપ શોરૂમ અને શોપ-ઇન શોપની માલિકી ધરાવે અને એનું ઓપરેટિંગ કરે છે તથા અસાધારણ ઝડપથી વૃદ્ધિ કરે છે. બ્રાન્ડ હંમેશા ગ્રાહકોને ઉત્કૃષ્ટ સેવાઓ અને જ્વેલરીની ખરીદીનો શ્રેષ્ઠ, સાતત્યપૂર્ણ અનુભવ પ્રદાન કરીને સંતોષ મળે એ સુનિશ્ચિત કરે છે. રિલાયન્સ જ્વેલ્સમાં ગોલ્ડ અને ડાયમન્ડ અતિ સ્પર્ધાત્મક દરે ઉપલબ્ધ છે. ઝીરો-વેસ્ટેજ અને ઘડામણના સ્પર્ધાત્મક દરો ગ્રાહકો માટે 100 ટકા સંતોષ સુનિશ્ચિત કરે છે.
રિલાયન્સ જ્વેલ્સ દરેક પીસમાં 100 ટકા શુદ્ધતા, પારદર્શક કિંમત અને ગેરેન્ટેડ ગુણવત્તાની ખાતરી
આપે છે. બ્રાન્ડ 100 ટકા બીઆઇએસ હોલમાર્ક ધરાવતી ગોલ્ડમાં જ ડિલ કરે છે અને ઉપયોગ
થતો દરેક ડાયમન્ડ સ્વતંત્ર સર્ટિફિકેશન લેબોરેટરી દ્વારા પ્રમાણિત હોય છે. રિલાયન્સ જ્વેલ્સના
તમામ શોરૂમ રિપેર માટે ક્યુસી ટેક રૂમ ધરાવે છે. વળી ગ્રાહકોને નિઃશુલ્ક ધોરણે ગોલ્ડની શુદ્ધતાનું
મૂલ્યાંકન કરવા માટે કેરેટ મીટર પણ ધરાવે છે. આ ઉપરાંત બ્રાન્ડ દરેક ખરીદી પર લૉયલ્ટી
પોઇન્ટ પણ ઓફર કરે છે. દરેક કલેક્શનમાં વિવિધ અને આકર્ષક ડિઝાઇનો સાથે રિલાયન્સ જ્વેલ્સ દરેક વ્યક્તિ અને પ્રસંગ માટે આભૂષણ ધરાવે છે.