ભાવનગર મહાનગરના વિકાસમાં જેનો મહત્વનો ફાળો છે તેમજ કોરોના કાળમાં જેમની લોકસેવા અનન્ય હતી તેમજ ભાવનગરનું હિત જેના હૈયે છે તેવા ભાવનગરના પનોતા પુત્ર અને ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી તારીખ ૧૧-૦૨-૨૦૨૨ અને શુક્રવારના રોજ સવારે ૧૧-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક સુધી તેમના કાર્યાલયે, ૫૧/બી ભાવ વિજય, સૂચક હોસ્પિટલ પાસે કાળુભા રોડ ખાતે લોકપ્રશ્નો સાંભળશે, તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયાની યાદી જણાવે છે.