ફુલવાળા ફફડ્યા : કોર્પોરેશનની દબાણ હટાવ ટીમે પડદા, પાટીયા દૂર કરાવ્યા

159

મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ સક્રિય બની છે. આજે જિલ્લા પંચાયતની સામે ફુલ, શણગારવાળા વેપારીઓની દુકાને આ ટીમ પહોંચી હતી. દુકાનની બહાર લટકતા સુશોભનો, પડદા ટીમના કર્મચારીઓએ હટાવી લેવાનું કહેતા વેપારીઓ જાતે જ કામે લાગી ગયા હતા. આ ઉપરાંત દુકાનની બહાર મુકેલા પાટીયા પણ દુર કરાવવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, અહિંથી નજીકમાં જ આવેલ ખડપીઠથી પોલીટેકનીક સુધીના રોડ પર પણ દબાણ થયેલ છે ઉપરાંત નવાપરામાં મોટાપાયે દબાણ છે છતાં મહાપાલિકા કે ટ્રાફીક પોલીસને કેમ સુઝતું નથી તેવા સવાલ ઉઠ્યા હતાં.

Previous articleસંધ્યા ટાણે કુંજ પંખીઓનો ગગન વિહાર
Next articleઆજે ભાવનગરમાં ૩૧ નવા કોરોનાના કેસ નોંધાયા, ૭૮ કોરોનાને માત આપી