જીએસટીના સુધારા આવકારદાયક નથી

289

પોલીટીકલ નહી પણ ઈકોનોમીક બજેટ છે : ભરતભાઈ પોપટ
સૌરાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સના હોલમાં બજેટ પરના પ્રવચનમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ ભરતભાઈ પોપટે જણાવ્યું હતું કે, ભૂખ્યા માણસને ખાવાની થાળી રૂપી સબસીડી નહી પણ કમાણીનું સાધન આપવાનો પ્રયાસ કરાયો છે. માણસને થાળીમાં ભોજન આપો તો ખાલી પેટ ભરાશે પરંતુ તેને કમાતા શીખવાડશો તો તેને આખી જીંદગીના ભોજનની સગવડતા કરી શકશે. આ બજેટ પોલીટીકલ બજેટ નહી પણ ઈકોનોમીક બજેટ છે. આ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રકચર માટે રકમ ફાળવી છે. જે લાંબાગાળે દેશ અને ઈકોનોમીને ફાયદો થવાનો છે. જ્યારે આ બજેટમાં જીએસટીમાં કરાયેલા સુધારા આવકાર દાયક નથી. જેના કારણે બોગસ બિલિંગના દૂષણમાં વધારો થશે. અંદાજપત્ર અંગેના પ્રવચનમાં નિષ્ણાંતોએ જણાવ્યું હતું.ભરતભાઈ પોપટે વધુમાં જણાવ્યું હતું. કે, ક્રિપ્ટો કરન્સી પર ૩૦ ટકા ટેક્સ લાગશે અને ખરીદીના ખર્ચ સિવાયના કોઈ પણ ખર્ચ બાદ નહી મળે. ક્રિપ્ટો કાયદેસર નથી. ક્રિપ્ટો કરન્સી માટે બજેટમાં વર્ચ્યુઅલ ડિઝીટલ એસેટ શબ્દ વપરાયો છે આથી ક્રિપ્ટો સહિત બધી ડિઝીટલ કરન્સીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટેક્સમાં અપડેટેડ રીટર્ન, કેશકેકીટ, રીઓપન કેસ સહિતના ઘણા નવા સુધારા કર્યા છે. સૌથી મહત્વના ટ્રસ્ટના કાયદામાં મોટા ફેરફાર કરવામાં આવ્યાં છે. ટ્રસ્ટી કે સગાસબંધીઓ બિનજરૂરી લાભ લેતા હશે તો તેની પર સીધો ૩૦ ટકા ટેક્સ ઝીકાશે. એક બાજુ મોંઘવારી વધતી હોવા છતાં પણ ટેક્સની લીમીટમાં કોઈ ફેરફાર નહી કરાતા મધ્યમવર્ગ નારાજ થયો છે. બજેટ સંદર્ભે ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલટન્ટના પૂર્વ પ્રમુખ એડવોકેટ ભરતભાઈ શેઠે જણાવ્યું હતું કે, આ બજેટમાં સૌથી મોટો ફેરફાર જીએસટીમાં ઈનપુટ ટેક્સ ક્રેડીટને લગતો છે. ઈનપુટ ટેક્સ ક્રેડીટ મેળવવા માટે ઘણી બધી શરતો અને અમુક પ્રતિબંધ મૂકવામાં આવ્યાં છે. જીએસટીના રીટર્નની પધ્ધતિમાં ફેરફાર કરાયો છે. નવા રીટર્ન લાવવાની જોગવાઈ આ બજેટમાં રદ કરી છે. આના કારણે હાલમાં રીટર્ન જૂની પધ્ધતિ મુજબ ભરવું પડશે. આમ જીએસટીના સુધારા આવકારદાયક નથી, બોગસ બિલીંગ વધશે. બિલની મેળવણીનો ખ્યાલ બજેટમાં રદ કરવામાં આવ્યો છે. આ ઉપરોકત ફેરફારને લીધે જીએસટીના કાયદાને બળ મળવાને બદલે કાયદો નબળો પડશે. બિલ મેચીંગ રદ થાયતો બોગસ બિલીગનું દૂષણ વધવાની શક્યતા રહેલી છે. જો કે આ બજેટ ઘણું સારૂ છે. પરંતુ તમામ આયોજનો લાંબાગાળાના છે. હાલ કોઈ સીધો લાભ સામાન્ય કે મધ્યમ વર્ગના લોકોને મળશે નહીં. આ પ્રસંગે સૌરાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ કિરીટભાઈ સોનીએ સૌનુ સ્વાગત કરી મોમેન્ટો આપ્યો હતો.

Previous articleઆજે ભાવનગરમાં ૩૧ નવા કોરોનાના કેસ નોંધાયા, ૭૮ કોરોનાને માત આપી
Next articleતખ્તેશ્વરના કર્મનિષ્ઠ બ્રહ્મસમાજના અગ્રણી બ્રિજેશનો આવતીકાલે જન્મદિવસ