દેસાઈનગર પેટ્રોલપંપ પાસેથી ચોરાઉ બાઈક સાથે બે આરોપીને ઝડપી લેતી એલસીબી

104

ઉમરાળાના બંને શખ્સોએ બોરતળાવ મહેલ સામે પાર્ક કરેલ બાઈક ઉઠાવી ફેરવતાં હોવાની કબુલાત આપી
ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે શહેરના ચિત્રા-દેસાઈનગર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ચોરાવ બાઈક સાથે ફરતાં ઉમરાળાના બેની ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. સમગ્ર બનાવ અંગે એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરમાં એલસીબી ની ટીમ પેટ્રોલીંગ પર હોય એ દરમ્યાન બાતમીદારે માહિતી આપી હતી કે દેસાઈનગર પેટ્રોલપંપ પાસે બે શખ્સો શંકાસ્પદ બાઈક સાથે આંટાફેરા મારે છે જે હકીકત આધારે ટીમે દેસાઈનગર પેટ્રોલપંપ પાસે એચડીએફસી બેંક પાસેથી એક નંબર પ્લેટ વિનાના બાઈક સાથે બે શખ્સોને અટકાવી નામ-સરનામા સાથે બાઈકની આરસી બુક લાઈસન્સ સહિતના દસ્તાવેજ ચકાસણી માટે માંગ્યા હતાં જેમાં અટક કરેલ શખ્સોએ પોતાના નામ જણાવેલ જેમાં પરેશ અરવિંદ દોદરીયા ઉ.વ.૧૯ ધંધો રત્નકલાકાર તથા જયેશ ભરત કોલાદરા ઉ.વ.૨૦ ધંધો રત્નકલાકાર રે.બંન્ને ગોપાલવાડી રામાપીરના મંદિર પાછળ કોળીવાડ ઉમરાળા વાળા હોવાનું જણાવ્યું હતું તથા બાઈક અંગે કોઈ આધારભૂત દસ્તાવેજ કે સંતોષકારક જવાબ આપી શક્યાં ન હતાં આથી બંનેની સઘન પુછપરછ કરતાં આજથી એક સપ્તાહ પૂર્વે બોરતળાવ કાંઠે આવેલ મહેલ સામે પાર્કિંગ માથી ચોરી કરી ફેરવતાં હોવાની કેફિયત આપતાં એલસીબી એ રૂપિયા ૨૫ હજારની કિંમત ના બાઈક સાથે બંને શખ્સોની ધડપકડ કરી આરોપી તથા મુદ્દામાલ ડી-ડીવીઝન પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleતખ્તેશ્વરના કર્મનિષ્ઠ બ્રહ્મસમાજના અગ્રણી બ્રિજેશનો આવતીકાલે જન્મદિવસ
Next articleફરહાન અખ્તર અને શિબાની દાંડેકર ક્યાં લગ્ન કરવાના છે?