ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર ક્યાં લગ્ન કરવાના છે?

137

મુંબઈ,તા.૧૦
બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં અત્યારે લગ્નની સીઝન ચાલે છે. કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નની ચર્ચા તો ચારેબાજુ થઈ રહી હતી. હવે બોલિવૂડનો અન્ય એક અભિનેતા લગ્નની તૈયારી કરી રહ્યો છે. ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર ફેબ્રુઆરી મહિનામાં જ લગ્નના બંધનમાં બંધાઈ જવાના છે. ફરહાન અને શિબાની પાછલા ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ફરહાન અખ્તરના પિતા જાવેદ અખ્તરે લગ્નના સમાચારની પૃષ્ટિ પણ કરી હતી. વાતચીતમાં જાવેદ અખ્તરે જણાવ્યુ હતું કે, વેડિંગ પ્લાનર્સ તમામ નાની-મોટી વસ્તુઓ માટે તૈયારી કર્યા છે અને એક નાના ફંક્શનમાં તેમના લગ્ન કરવામાં આવશે. પહેલા એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે ફરહાન અખ્તર અને શિબાનીના લગ્ન જાવેદ અખ્તર અને શબાના આઝમીના ખંડાલા વાળા ફાર્મહાઉસમાં કરવામાં આવશે. પરંતુ હવે લાગી રહ્યું છે કે આ કપલના અલગ જ અને મોટા પ્લાન છે. શિબાની અને ફરહાનના લગ્ન ૩ અલગ અલગ ડેસ્ટિનેશન પર થઈ શકે છે, અથવા તો આ ત્રણમાંથી કોઈ ડેસ્ટિનેશન પર થઈ શકે છે. આ સ્થળો છે- મુંબઈ, લોનાવાલા અને મોરિશિયસ. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ત્રણમાંથી કોઈ એક ડેસ્ટિનેશન હોઈ શકે છે પરંતુ હજી એક ફાઈનલ નામ સામે નથી આવ્યું. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ જાવેદ અખ્તરે જણાવ્યુ હતું કે, લગ્ન ૨૧મી ફેબ્રુઆરીના રોજ થવાના છે. વેડિંગ પ્લાનર્સ લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે. અત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે કોઈ મોટા આયોજનો નહીં કરી શકીએ. માત્ર ગણતરીના લોકોને આમંત્રિત કરવામાં આવશે. આ સિવાય જાવેદ અખ્તરે કહ્યુ હતું કે, શિબાનીનું અમે પરિવારમાં સ્વાગત કરીએ છીએ. તે ઘણી સારી છોકરી છે. અમે બધા તેને પસંદ કરીએ છીએ. અને સૌથી મહત્વની વાત એ છે કે ફરહાન અને તેની વચ્ચેનો સંબંધ ગાઢ છે.

Previous articleદેસાઈનગર પેટ્રોલપંપ પાસેથી ચોરાઉ બાઈક સાથે બે આરોપીને ઝડપી લેતી એલસીબી
Next articleભારતમા જન્મયો હોત તો ક્યારેય ઈન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો ન હોત : એબી ડિવિલિયર્સ