ભારતમા જન્મયો હોત તો ક્યારેય ઈન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો ન હોત : એબી ડિવિલિયર્સ

78

મુંબઇ,તા.૧૦
વર્લ્‌ડ ક્રિકેટના એક ધાકડ બેટ્‌સમેને મોટો દાવો કર્યો છે. આ વિદેશી સુપરસ્ટાર બેટ્‌સમેનનુ કહેવુ છે કે, જો તે ભારતમાં પેદા થયો હોત તો કદાચ ક્યારેય ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવાનો મોકો મેળવી શક્યો ન હોત. ઉલ્લેખનીય છે કે, સવા સો કરોડની વસ્તીવાળા દેશ ભારતમાં કોઈ યુવા પ્લેયર માટે નેશનલ ક્રિકેટ ટીમમા જગ્યા બનાવવી એવરેસ્ટ સર કરવાના બરોબર હોય છે.
એબી ડિવિલિયર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના પોડકાસ્ટમાં આ વાત કહી હતી. તેમણે કહ્યુ કે, જો તેમનો જન્મ ભારતમાં થયો હોત, તો કદાચ તેઓ નેશનલ ટીમમાં જગ્યા બનાવી શક્યા ન હોત. ભારતીય ક્રિકેટ ટીમને લઈને એબી ડિવિલિયર્સે કહ્યુ કે, ભારતમાં પેદા થવુ અને અહી જ ઉછેર થવો તે મોટી વાત છે, કદાચ ભારત માટે ક્યારેય રમી શક્યો ન હોત. કોણ જાણે છે. ડિવિલિયર્સે કહ્યુ કે, ભારતીય ટીમમાં જગ્યા બનાવવી મુશ્કેલ છે. તમારે એક ખાસ પ્લેયર બનવુ પડશે. આ ઉપરાંત ડિવિલિયર્સ એમ પણ કહ્યુ કે, મારા માટે આરસીબી પરિવાર છે. મારા માટે ૧૦-૧૧ વર્ષ મારા જીવનમાં વળાંક લાવનારા રહ્યાં છે. કોઈ પણ અન્ય પરિવારની જેમ તેમાં પણ ઉતાર ચઢાવ આવતા રહે છે. ડિવિલિયર્સે કહ્યુ, હુ આરસીબીમા મારા કરિયરને મારા જીવનના સૌથી શાનદાર વર્ષોના રૂપમા જોઉ છું. મને ગત ૧૫ વર્ષોથી આઈપીએલ ક્રિકેટ, ભારતીય દર્શકો અને ભારતીય રીતને અનુભવવાનુ સૌભાગ્ય મળ્યુ છે. એબી ડિવિલિયર્સે અત્યાર સુધી આઈપીએલમાં ૧૮૪ મેચ રમ્યા છે.

Previous articleફરહાન અખ્તર અને શિબાની દાંડેકર ક્યાં લગ્ન કરવાના છે?
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે