પેટ્રોલનો સૌથી વધુ ભાવ મુંબઇમાં૧૧૦ રૂપિયાની આસપાસ : હૈદરાબાદમાં ૧૦૮.૨૦ રૂપિયા લીટર તે વેચાય છે, ખરેખરમાં મોદી સરકારે દેશનાં ઘણાં ભાગમાં પેટ્રોલનો ભાવ રૂા.૧૦૦થી વધુ નોંધાયો
નવી દિલ્હી, તા.૧૦
સરાકરી ઓઇલ કંપનીઓએ ગુરુવારે પણ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કોઇ બદલાવ કર્યો નથી. આજે જાહેર થયેલાં ઓઇલનાં રેટ ત્રણ મહિનાથી પણ વધુ સમય સુધી સ્થિર છે. ત્યારે ગુજરાતની રાજધાની ગાંધીનરમાં પેટ્રોલ ૯૫.૩૫ રૂપિયા અને ડીઝલ ૮૯.૩૩ રૂપિયા પ્રતિ લીટરનો ભાવ રહ્યો છે જ્યારે અમદાવાદમાં પેટ્રોલ ૯૫.૧૧ રૂપિયા અને ડીઝલ ૮૯.૧૧ રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેંચાઇ રહ્યું છે. તેમનાં ભાવમાં કોઇ જ વધારો કરવામાં આવ્યો નથી. છતાં દેશમાં ઘણાં શહેરોમાં પેટ્રોલનો ભાવ આજે પણ ૧૦૦ રૂપિયાથી વધુ છે. પેટ્રોલનો સૌથી વધુ ભાવ મુંબઇમાં ૧૧૦ રૂપિયાની આસપાસ છે. જ્યારે હૈદરાબાદમાં ૧૦૮.૨૦ રૂપિયા લીટર તે વેચાય છે. ખરેખરમાં મોદી સરકારે દેશનાં ઘણાં ભાગમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાથી વધુ થયા બાદ ૪ નવેમ્બર ૨૦૨૧નાં પેટ્રોલ ઉપર ઉત્પાદ શુલ્ક ૫ રૂપિયા અને ડીઝલ પર ૧૦ રૂપિયા પ્રતિ લીટર ઘટાડી હતી. કહેવાય છે કે, રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને મોંઘવારીને જોતા સરકારે ઇંધણનાં ભાવ વધારતાં અચકાઇ રહી છે. સરકારે ૧૫ જૂન, ૨૦૧૭થી ઓઇલનાં ભાવ બજાર આધીન કરી દીધા છે. જેનાંથી તેનો ભાવ રોજ-બરોજ નક્કી થાય છે. દરરોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં બદલાવ થાય છે. સવારે ૬ વાગ્યે જ નવાં રેટ્સ લાગૂ થઇ જાય છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચાર્જ જોડાયા બાદ તેનો ભાવ બમણોથઇ જાય છે. પેટ્રોલ ડીઝલનાં રોજનાં ભાવ આપ જીસ્જી દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઇલનાં કસ્ટમર ઇજીઁ લખી ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને મ્ઁઝ્રન્ ગ્રાહકો ઇજીઁ લખી ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલી જાણકારી મેળવી શકો છો. તો, ૐઁઝ્રન્નાં ગ્રાહકો ૐઁઁિૈષ્ઠી લખી ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલી ભાવ મેળવી શકો છો. ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલનાં આંતરરાષ્ટ્રીય ભાવમાં ૯૩ ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. ક્રૂડ ઓઇલનો આ રેટ ગત સાત વર્ષમાં હાઇએસ્ટ છે. જેમાં તેજીની આશંકા જતાવવામાં આવી રહી છે. માંગની સરખામણીએ ઓછી ગ્લોબલ સપ્લાય રશીયા અને પશ્ચિમી દેશ વચ્ચે વધતો તણાવ અને અમેરિકામાં ખરાબ હવામાનને કારણે ક્રૂડનાં ભાવ સતત વધી રહ્યાં છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, મજબૂત ડિમાન્ડને જોતા જલદી જ ક્રૂડનાં ભાવ ૧૦૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ફક્ત આ વર્ષે તેનો ભાવ આશરે ૨૦ ટકા વધ્યો છે.