નિર્ણય ન આવે ત્યાં સુધી ધાર્મિક વસ્ત્રો નહીં પહેરી શકાય

77

હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી, ઉડુપીની છ વિદ્યાર્થીનીઓએ હાઈકોર્ટમાં અરજી કરી
બેંગલુરુ, તા.૧૦
કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબને લઈને ચાલી રહેલા વિવાદ પર ગુરુવારે હાઈકોર્ટની ફુલ બેન્ચે સુનાવણી શરૂ કરી. કર્ણાટક હાઈકોર્ટની બેન્ચે વરિષ્ઠ વકીલ સંજય હેગડે અને દેવદત્ત કામતને સાંભળ્યા બાદ સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી હતી. તે જ સમયે, કર્ણાટક હાઈકોર્ટે કહ્યું છે કે તે કૉલેજને ફરીથી ખોલવાનો નિર્દેશ આપતો આદેશ પસાર કરશે અને જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ ધાર્મિક વસ્ત્રો પહેરીને કૉલેજમાં ન આવે. કોર્ટ કહે છે કે શાંતિ હોવી જોઈએ. ઉડુપીની સરકારી કોલેજની વિદ્યાર્થીનીઓએ હિજાબ પહેરવાના અધિકારને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલામાં કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થીએ ગુરુવારે સુનાવણી કરી. કર્ણાટકના મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત ન્યાયમૂર્તિ કૃષ્ણા એસ દીક્ષિત પણ હાજર હતા. કર્ણાટક હાઈકોર્ટ કહ્યું કે અમે આ મુદ્દા પર વિચાર કરી રહ્યા છીએ કે શું હેડસ્કાર્ફ પહેરવો એ મૂળભૂત અધિકારો હેઠળ આવે છે. જ્યારે વકીલ સંજય હેગડેએ કહ્યું કે યુનિફોર્મના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ સજાની કોઈ જોગવાઈ નથી. કર્ણાટક એજ્યુકેશન એક્ટમાં જે પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે, તે મોટાભાગે મેનેજમેન્ટને લગતી બાબતો માટે છે. બપોરે ૨.૩૦ વાગ્યા પછી કર્ણાટકના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે સુનાવણી શરૂ કરી. ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિત અને જસ્ટિસ જેએમ કાઝીની બેંચ વિદ્યાર્થીનીઓની અરજી પર સુનાવણી કરી રહી છે. ઉડુપીના વિદ્યાર્થીઓ તરફથી વરિષ્ઠ વકીલ સંજય હેગડે હાજર રહ્યા છે. કુંદાપુરના વિદ્યાર્થીઓ વતી વરિષ્ઠ એડવોકેટ દેવદત્ત કામત વિદ્યાર્થીઓ તરફથી હાજર રહ્યા છે. સરકારના પગલા પર સવાલ ઉઠાવતા સંજય હેગડેએ કહ્યું,
હિજાબ વિવાદ પર તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમનો ઈનકાર
કર્ણાટકમાં ચાલી રહેલો હિજાબ વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ મામલો કર્ણાટક હાઈકોર્ટમાં તો પેન્ડિંગ છે જ પણ કોંગ્રેસના નેતા અને વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં હિજાબ વિવાદની તાત્કાલિક સુનાવણી કરવા માટે પિટિશન દાખલ કરીને કહ્યુ હતુ કે, બે મહિના બાદ પરીક્ષા છે અને વિદ્યાર્થિનીઓને સ્કૂલમાં જતા રોકવામાં આવી રહી છે. જોકે સુપ્રીમ કોર્ટે તેના પર તત્કાલ સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. બીજી તરફ કર્ણાટક હાઈકોર્ટ દ્વારા હવે ત્રણ જજોની બેન્ચને આ કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.જેને લઈને સુપ્રીમ કોર્ટે પણ કહ્યુ હતુ કે, હાઈકોર્ટમાં ત્રણ જજોની બેન્ચ સુનાવણી કરી રહી છે.પહેલા તેમને આ કેસ સાંભળો દો, ત્યાં સુનાવણી ચાલી રહી છે ત્યારે હસ્તક્ષેપ શું કામ કરવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે આ કેસ માટે સુનાવણીની તારીખ અત્યારથી આપવાની પણ ના પાડી દીધી હતી. જ્યારે કર્ણાટક હાઈકોર્ટમાં આ કેસની આજવે વધુ સુનાવણી થવાની છે.તેના પર બધારની નજર છે.

Previous articleચાર શહેરોમાં પેટ્રોલ ૧૦૦ને પાર થતા લોકોને ભારે હાલાકી
Next articleએલ.પી.કાકડીયા વિધાભવન-નવાગામ(ગા) ની વિદ્યાર્થિનીઓનું જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન