લોકપ્રતિનિધિ તરીકેના પોતાના કાર્યાલયે લોકોની રજૂઆતો- પ્રશ્નો સાંભળતાં શિક્ષણ મંત્રી

773

લોકોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવું તે લોકપ્રતિનિધિ તરીકે મારી જવાબદારી છે – શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી
ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આજે તેમના કાર્યાલય ખાતે જિલ્લાઓમાંથી, શહેરમાંથી, રાજ્ય બહારના પ્રશ્નો સહિતના આવેલા નાગરિકોની રજૂઆતો સાંભળી હતી.

તેમણે જણાવ્યું કે, વર્ષોથી તેમના કાર્યાલય ખાતે સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળવામાં આવે છે અને તેનો બને તેટલી ત્વરાએ ઉકેલ આવે તે દિશાના પગલાં લેવામાં આવે છે. 50થી વધુ પરપ્રાંતિયના જીતુભાઈના કાર્યાલય ખાતે રજુવાત કરવા દોડી આવ્યા હતા પણ એકી સાથે બધા ને કેમ મળી શકે તો જીતુભાઈ પોતે જ કાર્યાલય બહાર મળવા પોહચ્યા હતા અને તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરશે, પ્રશ્નો સાંભળવા જીતુભાઈ કાર્યાલય બહાર દોડી આવ્યા હતા, તેમના લોકપ્રતિનિધિ તરીકેના કાર્યાલય ખાતે તેમણે લોકરજૂઆતો સાંભળી તેના ઉકેલ અને નિરાકરણની ખાતરી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ મંત્રીની જવાબદારી મળ્યાં બાદ ભાવનગરના નાગરિકો માટે એટલો સમય ફાળવી શકાતો નથી છતાં બનતી રીતે લોકોને કઇ રીતે મદદરૂપ થાય તે જ તેમનો ઉદ્દેશ છે. લોકોને પીડતી સમસ્યાઓ વિશેની વિગતો મેળવી તેનો ઉકેલ આવે તેવાં નિર્ધાર સાથે તેમજ નીતિ- નિયમોમાં પડતી અડચણો પૂરી થાય તેવી દિશાના પગલાં મારા કાર્યાલય દ્વારા ઉઠાવવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, આ પ્રશ્નો સાંભળવાં સાથે મને શુભેચ્છકો અને શહેરીજનોને મળવાની પણ તક આ રીતે મળી છે તે આનંદની વાત છે.
શિક્ષણ મંત્રીના કાર્યાલયે મોટી સંખ્યામાં રજૂઆત કરવાં આવ્યા હતા, આ લોકપ્રશ્ન વેળાએ શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, ભાવનગરના ડેપ્યુટી મેયર કૃણાલકુમાર શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, કોર્પોરેટર, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleએલ.પી.કાકડીયા વિધાભવન-નવાગામ(ગા) ની વિદ્યાર્થિનીઓનું જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
Next articleભાવનગરમાં અર્હમ યુવા-સેવા ગૃપ દ્વારા ગરીબોને મીઠાઈનું વિતરણ કરાયું