પૂ.નમ્રમૂનિ મહારાજ સાહેબની 31મી દિક્ષા જયંતિ અવસરે મોહનથાળની મીઠાઈનું વિતરણ કરાયું
ભાવનગર શહેરની જાણીતી સેવાભાવી સંસ્થા અર્હમ યુવાસેવા ગૃપ દ્વારા તાજેતરમાં શહેરના પછાત વિસ્તારમાં રહેતા ગરીબોને મીઠાઈ નું વિતરણ કર્યું હતું.
ભાવનગર શહેરમાં ઘણાં વર્ષોથી જૈન ધર્મના પૂ.નમ્રમૂનિ મહારાજની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગૃપ સાંપ્રત સમાજમાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ સામાજિક સેવાઓ પ્રદાન કરી રહ્યું છે. આવી જ એક સેવાનાં ભાગરૂપે પૂ.નમ્રમૂનિ મહારાજ સાહેબની 31મી દિક્ષા જયંતિ અવસરે મોહનથાળની મીઠાઈ તૈયાર કરાવી શહેરના પછાત વિસ્તાર એવાં શહેર ફરતી સડક વિસ્તારની ઝુંપડપટ્ટીના લોકો તથા લેપ્રેસી કોલોનીમાં રહેતા ગરીબ વર્ગના પરીવારો ને મીઠાઈનુ વિતરણ કરી પુણ્યફળનુ ભાથું બાંધ્યું હતું.
આ કાર્યક્રમ માં સંસ્થાના સમીરભાઈ, તરંગભાઈ, રાકેશભાઈ, રમેશભાઈ, તૃપ્તિબેન, બીજલબેન, કલ્પનાબેન અને ડિમ્પલબેન સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.