સરદારનગર ગુરુકુળ ખાતે આત્મનિર્ભર અર્થવ્યવસ્થા સંવાદ યોજાશે

99

૧૨-૦૨-૨૦૨૨ અને શનિવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સરદારનગર ગુરુકુળ ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકારમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનજીએ ભારતને આત્મનિર્ભર બનાવતુ પ્રજાલક્ષી અને અંત્યોદયની ભાવના ઉજાગર કરતું બજેટ રજૂ કરેલ, તે અંગે રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી અને પ્રવકતા જીતુભાઇ વાઘાણી તેમજ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને પ્રદેશ ભાજપના સી.એ. સેલના સંયોજક ઉર્વીશભાઈ શાહ દ્વારા દેશની આવનારા ૨૫ વર્ષની રૂપરેખા અંકિત કરનારા આ બજેટ વિશે અર્થાત “આત્મનિર્ભર અર્થવ્યવસ્થા” સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, વકીલો, સી.એ. વગેરે ઉપસ્થિત રહીને બજેટ અંગે માર્ગદર્શન મેળવશે ત્યારે ભાવનગર મહાનગરના પ્રબુદ્ધ નાગરિકો પણ આ “આત્મનિર્ભર અર્થવ્યવસ્થા” સંગોષ્ઠીમાં પધારે તેવો ભાવનગર શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા દ્વારા અનુરોધ કરવામાં આવે છે, તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર તેમજ સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.

Previous articleજગવિખ્યાત અલંગ જહાજવાડાની મુલાકાત લેતાં જર્મન ગણરાજ્યના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લિન્ડનર
Next articleરાણપુરમાં જાહેરમાં છરી લઈને ફરતો ઈસમને પોલીસે ઝડપી લીધો