લોકનૃત્ય, સમૂહગીત, એકપાત્રીય અભિનય, વકતૃત્વ, લોકવાર્તા જેવી સ્પર્ધાઓ યોજાઈ
ભાવનગર શહેર તથા ગ્રામ્ય કક્ષાની બે દિવસીય બાળ પ્રતિભા સ્પર્ધા શહેરના યશવંતરાય નાટ્યગૃહ તથા શિશુવિહાર સંસ્થા ખાતે સ્પર્ધા યોજાઈ હતી. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી ભાવનગર સંચાલિત ભાવનગર શહેર કક્ષા અને ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ હતી.આ બે દિવસ દરમિયાન વિવિધમાં ૩૫૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.
શહેર અને ગ્રામ્યમાં બે વિભાગમાં સ્પર્ધા યોજાઈ હતી. અ વિભાગમાં ૭ થી ૧૦ વર્ષ, બ – વિભાગમાં ૧૧ થી ૧૩ વર્ષ અને ખુલ્લા વિભાગમાં ૭ થી ૧૩ વર્ષની વયજુથના ૩૭૫ જેટલા બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં શનિવારના રોજ લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, ભજન, શિશુવિહાર સંસ્થા, શિશુવિહાર સર્કલ પાસે તથા એકપાત્રીય અભિનય, વકતૃત્વ, લોકવાર્તા, લોકવાદ્ય, નિબંધ, દોહા છંદ ચોપાઈ, સર્જનાત્મક કારીગરીની સ્પર્ધાઓ યશવંતરાય નાટ્યગૃહ જેવી સ્પર્ધા યોજાઈ હતી. બંને સ્થળોએ ૩૭૫ જેટલા બાળકોએ આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, આ બને જગ્યાએ શહેરકક્ષા /ગ્રામ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર સૌરાષ્ટ્ર ઝોનમાં ભાવનગર શહેર/ ગ્રામ્યનું પ્રતિનિધિત્વ કરશે.