અમદાવાદમાં ગાવસ્કરે બધુ મૂકીને ફાફડા કઢીની બેટિંગ કરી

75

અમદાવાદ,તા.૧૨
ગુજરાતનું પ્રખ્યાત ફરસાણ એટલે ફાફડા જેનું નામ સાંભળીને જ મ્હોં માં પાણી આવી જાય જેની મજા આપણે ગુજરાતીઓ અવાર નવાર માણતા હોઈએ છીએ. એમાં ખાસ કરીને કોઈ ઉત્સવ હોય કે પછી રવિવારનો દિવસ. ફાફડાને કઢી, પપૈયાનું છીણ અને તળેલા મરચા મળી જાય એટલે ભગવાન મળ્યા. ત્યારે હવે ગુજરાતના આ પ્રખ્યાત ફરસાણનો સ્વાદ ભારતના દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરને પણ દાઢે વળગી ગયો છે. તેમણે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે સિરીઝ દરમિયાન ત્રણેય મેચમાં અલગ અલગ ગુજરાતી વાનગીની મજા માણી હતી.
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી અને કોમેન્ટેટર સુનીલ ગાવસ્કરે ત્રીજી વનડે મેચમાં ખાસ ઓર્ડર આપી ફાફડા અને કઢીનો નાસ્તો મંગાવ્યો હતો. એટલું જ નહીં સ્ટેડિયમના અધિકારી સાથે ખાસ વાતચીત કરતા જાણવા મળ્યું કે ગાવસ્કર જ્યારે પણ ગુજરાતમાં આવે છે ત્યારે તે આ ડિશની મજા જરૂર માણે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આયોજિત આખી સિરીઝ ઐતિહાસિક રહી છે. બીજી તરફ ત્રીજી વનડે મેચ દરમિયાન સુનીલ ગાવસ્કર સહિત તમામ કોમેન્ટેટર્સે ઈંગ્લિશ બ્રંચ એટલે કે કૂકી કપકેકને અવગણી ગુજરાતી વાનગીની મજા માણી હતી.

Previous articleરણબીર અને મારા લગ્ન થશે ત્યારે સુંદર રીતે થશે : આલિયા
Next articleજિલ્લામાં દરિયામાંથી ગેરકાયદે રેતી ચોરીનો કરોડો રૂપીયાનો કાળો કારોબાર