અલંગ પોલીસને આ કાર શંકાસ્પદ જણાતા કારની તલાશી લીધી, પોલીસે ત્રણ શખ્સોને ઝડપી સગીરાને છોડાવી
ભાવનગર જિલ્લાના અલંગ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ત્રાપજ-અલંગ રોડપરથી એક કારમાં શહેરની સગીરા સાથે દુષ્કર્મ આચરી રહેલા ત્રણ શખ્સોની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર બનાવ અંગે ભાવનગર શહેર એએસપી સફીન હસને આપેલ માહિતી મુજબ ગત તા.૧૧/૨/૨૦૨૨ ના રોજ સાંજના સમયે શહેરના કાળીયાબિડ વિસ્તારમાંથી એક સગીરાનુ સંજય છગન મકવાણા તથા મનસુખ બોધા સોલંકીએ ઈકો કારમાં અપહરણ કરી તળાજા તાલુકાના ત્રાપજ ગામે ગયા હતા. ભાવનગર જિલ્લામાં વધુ એક સગીરા હવસખોરોની હવસનો શિકાર બની છે. પાડોશી સહિત ત્રણ શખ્સે ૧૪ વર્ષની કિશોરીને પૈસાની લાલચ આપી અપહરણ કરી ઈકો ગાડીમાં વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. ગેંગરેપની ઘટનાને લઈ સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર જાગી છે. પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગણતરીની કલાકોમાં જ સગીરાની લાજ લૂંટનાર ત્રણેય હવસખોરને દબોચી લઈ લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જ્યારે આફતગ્રસ્તને શખ્સોના શંકાજામાંથી છોડાવી મેડીકલ રિપોર્ટ સહિતની જરૂરી કાર્યવાહી કરી પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરમાં રહેતી ૧૪ વર્ષીય તરૂણી ઉપર ત્રણ શખ્સે અપહરણ કરી ચાલુ ગાડીએ ગેંગરેપ ગુજારતા ભારે ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે બપોરે શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા મનસુખ ભોપાભાઈ સોલંકી નામના શખ્સે અગાઉ તેના પાડોશમાં રહેતી ૧૪ વર્ષીય તરૂણીને પૈસા આપવાની લાલચ આપી કાળીયાબીડ વિસ્તારના ભગવતી સર્કલ પાસેથી તેના મીત્ર સંજય છગનભાઈ મકવાણા (રે. ત્રાપજ તા. ઘોઘા)ની મદદગારીથી ઈકો ગાડીમાં લઈ જઈ અપહરણ કરી અન્ય ત્રાપજ ગામે રહેતા મુસ્તુફા આઈનુલહક સાથે લઈ ત્રણેય શખ્સોએ ગુનાહીત ઈરાદે એકસંપ કરી ઈકો નંબર જીજે. ૦૪. કે-૭૦૨૮માં કાયદાના સંઘષમાં રહેલ તરૂણી ઉપર દુષ્કર્મ ગુજારી ગેંગરેપ ગુજાર્યો હતો. દરમિયાન વહેલી સવારે ત્રાપજ પાસેથી પસાર થતા હતા તે વેળાએ રાત્રી ચેંકીગમાં રહેલ અલંગ પોલીસે શંકાના આધારે ઈકોને અટકાવી તલાશી લેતા ત્રણેય શખ્સની પ્રવૃતિ શંકાસ્પદ જણાતા અને તેની સાથે તરૂણીને નિહાળી પુછપરછ કરતા ત્રણેયની પુછપરછ કરતા સગીરવયની કિશોરી સાથે સામુહીક દુષ્કર્મ આચર્યુ હોવાનુ સામે આવતા શખ્સોની ધરપકડ કરી લઈ ઈકો ગાડી કબજે લીધી હતી. બાદ અલંગ પોલીસે ત્રણેય શખ્સને નિલમબાગ પોલીસને સોપ્યા હતા.
તરૂણી બપોરના સુમારે ઘરેથી નિકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો અતોપતો ન લાગતા પોલીસને વાકેફ કરી હતી. શખ્સોની ચુંગલમાંથી સગીરાને છોડાવી પોલીસેે તેણીનુ મેડીકલ પરિક્ષણ કરાવ્યા બાદ તેનો કબ્જો પરિવારને સોપ્યો હતો. જ્યારે ઉક્ત ચકચારી બનાવ અનુસંધાને ભોગ બનનાર સગીરાના માતાએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે મનસુખ ભોપાભાઈ સોલંકી (રે. કાળીયાબીડ, ભાવનગર), સંજય છગનભાઈ મકવાણા, મુસ્તુફા આઈનુલહક (રે. બન્ને ત્રાપજ તા. ઘોઘા)ની વિરૂધ્ધ આઈપીસી. ૩૬૩, ૩૭૬ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આવતી કાલે તમામને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી હાથ ધરાશે.