આજે ભાવનગરમાં માત્ર ૪ નવા કોરોનાના કેસ નોંધાયા, ૩૮ કોરોનાને માત આપી, ૧ના મોત

100

શહેરમાં ૬૫ અને ગ્રામ્યમાં ૨૭ દર્દીઓ મળી કુલ ૯૨ એક્ટિવ કેસ
કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ હતી, આજે ભાવનગર જિલ્લામાં માત્ર ૪ કેસ નોંધાયા હતા, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૪ નવા કેસ નોંધાયા હતા જેમાં ૪ પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ગ્રામ્યમાં એકપણ કેસ ન આવતા રાહત, જ્યારે ૨ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જ્યારે ગ્રામ્યમાં ૧ ના મોત નિપજ્યા હતા.ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૬ અને તાલુકાઓમાં ૨ કેસ મળી કુલ ૩૮ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.આમ, શહેરમાં દર્દીની સંખ્યા ઘટીને ૬૫ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૨૭ દર્દી મળી કુલ ૯૨ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૧૬૯ કેસ પૈકી હાલ ૯૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૪ દર્દીઓનું અવસાન થયું છે.

Previous article૫૦ લાખની બેઝ પ્રાઈઝ ધરાવનાર ગુજ્જુ ખેલાડીને દિલ્હી કેપિટલે ૪.૨૦ કરોડમાં ખરીદ્યો
Next articleમહુવાની મુખ્ય પોસ્ટ ઓફીસમાં સુવિધાના અભાવે પડતી મુશ્કેલી