સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ભાવનગર જિલ્લામાંથી થતાં એક્ષ્પોર્ટમાં વૃદ્ધિ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. આ હેતુથી અવાર-નવાર સેમિનાર, વેબિનાર અને રૂબરૂ મુલાકાતોનું આયોજન કરવામાં આવે છે. ચેમ્બરનાં આ પ્રયત્નોને ખુબ સારો પ્રતિસાદ મળેલ છે અને તેના પરિણામ સ્વરૂપે ભાવનગર જિલ્લામાંથી દિન-પ્રતિદિન એક્ષ્પોર્ટનું પ્રમાણ વધતું જાય છે.
ઉપરોક્ત હેતુમાં એશિયન આફ્રીકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો સહયોગ પ્રાપ્ત થયેલ છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(જીઝ્રઝ્રૈં) દ્વારા એશિયન આફ્રીકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(છછઝ્રઝ્રૈં) સાથે બન્ને સંસ્થાનાં હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ભાવનગર ખાતે એક એમ.ઓ.યુ. કરવામાં આવેલ. જેનો મુખ્ય હેતુ એક્ષ્પોર્ટરો હાલમાં જે દેશોમાં એક્ષ્પોર્ટ કરતા હોય તે સિવાયનાં એશિયન – આફ્રિકન દેશોમાં એક્ષ્પોર્ટ કરવાની ઈચ્છા હોય તો એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં માધ્યમથી જે-તે દેશના એમ્બેસેડરની સાથે ભવિષ્યમાં રૂબરૂ મુલાકાતનું આયોજન કરાવી શકે અને ભાવનગર જિલ્લાના નિકાસકારોને યોગ્ય માર્ગદર્શન મળી શકે. આ માટે કરવામાં આવેલ એમ.ઓ.યુ. માં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીવતી પ્રમુખ કિરીટભાઈ સોની અને એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી) વતી ફાઉન્ડર અને ચેરમેન ડૉ. જી.ડી. સિંઘ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલ.
આ પ્રસંગે એશિયન આફ્રીકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ડાયરેક્ટર એમ. જે. પૂરી અને ડેપ્યુટી ડાયરેક્ટર મુરલી પાઈ ઉપસ્થિત રહેલ.