ભડીયાદ પીરના ઉર્ષમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દર્શને

100

ગુજરાતભરમાં કોમી એકતાનાં પ્રતિક સમાન પીર મહેમુદશાહ બુખારીની દરગાહ અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ભડિયાદ ખાતે આવેલી છે.અહીં દર વર્ષે રજબ મહિનામાં ઉર્ષ ભરાય છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી કોરોના ગાઈડ લાઈન ને ધ્યાનમાં લઇ ધામધૂમથી ઉર્ષની ઉજવણી કરવામાં આવતી નથી.મર્યાદિત સંખ્યામાં ઉર્ષ કમિટીના સભ્યો અને દરગાહના ખાદિમ દ્વારા નિશાન સહિતની વિવિધ કામગીરી કરવામાં આવે છે.ત્યારે નિશાન ચડાવવાના દિવસે ધોળકાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભડિયાદ દરગાહ ખાતે હાજરી આપીને દાદાના મજાર શરીફ ઉપર ચાદર પોશી કરવામાં આવી હતી.

Previous articleત્રણ દિવસની શોધખોળના અંતે દેપલાનાં યુવાનની લાશ મળી
Next articleપ્રેમમાં પાગલ યુવાન વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતો હતો