પ્રેમમાં પાગલ યુવાન વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતો હતો

110

મૃતક દીકરી ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ આફ્રિકાથી મંગળવારે આવ્યા બાદ તેની અંતિમ વિધિ કરાશે
સુરત,તા.૧૪
જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા નજીક ૧૮ વર્ષના યુવાન ફેનીલ ગોયાણી્‌એ એક તરફી પ્રેમમાં સાથે જ અભ્યાસ કરતી ૨૧ વર્ષની યુવતી ગ્રીષ્મા વેંકરિયાનું ચપ્પુ વડે ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. નિર્દોષ યુવતીનું ઢિમ ઢાળી યુવાને પોતે પણ હાથે અને પગે ચપ્પુના ઘા મારી ઝેરી દવા પીધી હતી, યુવાન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જયાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યુ છે. બીજી બાજુ ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ અને માતા વિલાસબેન હજુ સુધી ગ્રીષ્માના મૃત્યુ અંગે અજાણ છે. નંદલાલભાઈ આફ્રિકાથી મંગળવારે આવ્યા બાદ ગ્રીષ્માની અંતિમ વિધિ કરાશે. એક તરફી પ્રેમમાં કામરેજમાં ખૂની ખેલ ખેલાયો હતો જેના પડઘા આખા રાજ્યમાં પડી રહ્યા છે. કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા પાસે રહેતા યુવાન ફેનીલ ગોયાણીએ કોલેજમાં સાથે અભ્યાસ કરતી યુવતી ગ્રીષ્મા વેંકરિયા સાથે એક તરફી પ્રેમ હતો, યુવાન વારંવાર યુવતીને પ્રેમ સબંધ રાખવા બળજબરી કરી પીછો કરતો હતો. પરંતુ તે ન માનતા ફેનીલે એકતરફી પ્રેમમાં ગ્રીષ્માંનું ઢિમ ઢાળી દેવાનું નક્કી કરી સાંજે હાથમાં ચપ્પુ રાખી ગ્રીષ્માંની સોસાયટી ખાતે પહોંચ્યો જયાં યુવતીના મોટાં પપ્પા અને ભાઈ યુવાનને સમજાવાં જતા યુવાને બન્ને પર ચપ્પુ વળે હુમલો કાર્યો હતો. બાદમાં જાહેરમાં ગ્રીષ્માંનાં ગળે ચપ્પુ મુકી તેણીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યારા ફેનીલે યુવતીની હત્યા કર્યા બાદ પોતાના હાથે તેમજ પગે ચપ્પુના ઘા મારી ઝેરી દવા પીધી હતી. જોકે, સ્થળ પર કામરેજ પોલીસ આવી પહોંચતા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવયો છે. કોલેજમાં અભ્યાસ કરતી નિર્દોષ ગ્રીષ્માં વેંકરીયાની હત્યાનાં પગલે કામરેજમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે કામરેજના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસુંરિયા રવિવારે વહેલી સવારે મૃતકના પરિવારની મુલાકાત લીધી હતી અને પરિવારજનોને સાંત્વના આપી હતી. આ સાથે તેમણે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સાથે વીડિયો કોલ પર વાત કરાવી હતી. ગ્રીષ્માંનાં પરિવારજનોએ ભીની આંખે ગૃહ પ્રધાન પાસે હત્યારા ફેનીલનેં કડક સજા અપાવવા જણાવ્યું હતુ. જે બાદ હર્ષ સંઘવી પરિવારને મળીને પણ સાંત્વના પાઠવી હતી. હાલ તો હત્યારો યુવાન સુરતની નવી સિવિલ ખાતે સારવાર હેઠળ છે ત્યારે કામરેજ પોલીસે યુવાન વિરૂદ્ધ ૩૦૨ તેમજ ૩૦૭ મુજબનો ગુનો નોંધ્યો છે.

Previous articleભડીયાદ પીરના ઉર્ષમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દર્શને
Next articleગંગુબાઈમાંથી નહેરુને લગતા સીન ઉપર કાતર ફેરવાશે?