ગંગુબાઈમાંથી નહેરુને લગતા સીન ઉપર કાતર ફેરવાશે?

82

મુંબઈ,તા.૧૪
લાંબા સમયથી આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની ચર્ચા ચાલી રહી છે. હવે ફિલ્મ બનીને રીલિઝ તૈયાર છે અને આલિયા ભટ્ટ તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ મુંબઈના રેટ લાઈટ વિસ્તાર કમાઠીપુરના એક માફિયા ક્વીનનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે અજણ દેવગણ, જીમ સરભ, વિજય રાજ, સીમા પાહવા મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મનું ડિરેક્શન સંજય લીલા ભણસાલીએ કર્યું છે. રિપોર્ટ અનુસાર, સેન્સર બોર્ડે ફિલ્મમાંથી જવાહલ લાલ નહેરુ સાથેના સીન્સ હટાવવાનો આદેશ આપ્યો છે. આ સિવાય ફિલ્મના અમુક સીન્સમાંથી અમુક શબ્દો પણ કાઢવાનો આદેશ આપ્યો છે. સેન્સર બોર્ડે યુ-એ સર્ટિફિટેક સાથે ફિલ્મને પાસ કરી છે. બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. આખરે મેકર્સે આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ કર્યું છે. ટ્રેલર દર્શકોને ખૂબ પસંદ આવ્યું છે અને આલિયા ભટ્ટની એક્ટિંગના વખાણ પણ કરવામાં આવી રહ્યા છે. સંજય લીલા ભણસાલીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટે મુંબઈના રેડ લાઈટ વિસ્તાર કમાઠીપુરાની એક માફિયા ક્વીનનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ સેક્સ વર્કરના રોલમાં છે. જોકે, તેનો રોલ આટલા પૂરતો જ મર્યાદિત નથી એક સેક્સ વર્કર કેવી રીતે તેના જેવી હજારો પીડિતાઓ માટે અવાજ ઉઠાવે છે અને ચૂંટણી લડે છે તે પણ દર્શાવે છે. ગંગુબાઈનું પાત્ર ખૂબ મજબૂત છે. આ નવા અવતારમાં લોકો આલિયા ભટ્ટને પસંદ કરી રહ્યા છે. ફિલ્મ રીલિઝ માટે તૈયાર છે ત્યારે એવી અટકળો સામે આવી રહી છે કે સેન્સર બોર્ડે ફિલ્મમાં ચાર સીન કટ કરવાની ભલામણ કરી છે. એક રિપોર્ટ અનુસાર, સેન્સર બોર્ડે ફિલ્મના મેકર્સને બે સીન ડિલિટ કરવાનો આદેશ પણ આપ્યો છે. આ સાથે જ બોર્ડે ફિલ્મના અમુક ડાયલોગ્સમાંથી અમુક શબ્દો હટાવવાનો પણ આદેશ આપ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ફિલ્મના મેકર્સે એક એવો સીન બદલવાનો આદેશ આપ્યો છે જે દેશના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સંબંધિત છે. આ રિપોર્ટ અનુસાર, ફિલ્મમાં એક સીન એવો છે જેમાં પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ગંગુબાઈના વાળમાં ફૂલ લગાવતા દર્શાવવામાં આવ્યા છે. સેન્સર બોર્ડે મેકર્સને આ સીન બદલવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ સ્ટારર આ ફિલ્મ ેં/છ સર્ટિફિકેટ સાથે પાસ થઈ ગઈ છે.

Previous articleપ્રેમમાં પાગલ યુવાન વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતો હતો
Next article૭૬ ખેલાડી અનસોલ્ડ, રૈના-મોર્ગનને પણ કોઈએ ન ખરીદ્યા