ઈસરોએ PSLV-C52 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું

68

EOS-04 સાથે ૨ સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલ્યા : આજે સવારે ૫.૫૯ વાગે મિશન પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલનેPSLV-C52 ને સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી લોન્ચ કરાયું
નવી દિલ્હી, તા.૧૪
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનએ આ વર્ષના પોતાના પહેલા મિશન હેઠળ આજે સેટેલાઈટ લોન્ચ કર્યો. આજે સવારે ૫.૫૯ વાગે મિશન પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલનેPSLV-C52ને સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું. મળતી માહિતી મુજબ ઈસરોએ આજે સવારેPSLV-C52 મિશન હેઠળ ૩ સેટેલાઈટ લોન્ચ કર્યા છે. જેમાંથી એક EOS-04 રડાર ઈમેજિંગ છે. જેને કૃષિ, વાનિકી, અને વૃક્ષારોપણ, માટીના ભેજ અને જળ વિજ્ઞાન તથા પૂર અને હવામાનની સ્થિતિઓ સંબંધિત હાઈ રિઝોલ્યૂશન ફોટા મોકલવા માટે ડિઝાઈન કરાયો છે.PSLV-C52 દ્વારા ધરતીનો પર્યવેક્ષણ ઉપગ્રહ-૦૪ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે ઈસરોએ જાણકારી આપી હતી કે તે સોમવારે પોતાની યૂટ્યુબ ચેનલ પરPSLV-C52 સેટેલાઈટના લોન્ચિંગનું સીધુ પ્રસારણ કરશે. આ સાથે જ તેનું લાઈવ સ્ટ્રિમિંગ સોમવારે સવારે ૫.૩૦ વાગ્યાથી શરૂ થશે. ઈસરોના જણાવ્યાં મુજબ આ સેટેલાઈટ લોન્ચિંગથી ઈસરોની યોજનાઓને ગતિ મળશે. આ સાથે જ અંતરિક્ષ એજન્સીનું લક્ષ્ય ચંદ્રયાન-૩ અને ગગનયાન સહિત ૧૯ સેટેલાઈટ લોન્ચ કરવા પર છે. એજન્સીના જણાવ્યાં મુજબ પૃથ્વી અવલોકન સેટેલાઈટ EOS-04 સાથે બે નાના સેટેલાઈટ પણPSLV-C52 રોકેટ દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે. આ સેટેલાઈટ પોતાની કક્ષામાં સ્થાપિત થઈ ગયા છે.

Previous articleછેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૪ હજાર ૧૧૩ નવા કેસ
Next articleઉત્તરાખંડ અને ગોવાની તમામ બેઠકો માટે અને યુપી વિધાનસભાની ૫૫ બેઠકો માટે મતદાન શાંતિપૂર્ણ સંપન્ન