અખિલ ભાતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર શાખા દ્વારા તામિલનાડુમાં આવેલી એક શાળામાં લાવણ્યા નામની વિદ્યાર્થીની પર ધર્મ-પરિવર્તન કરવા માટે ટોર્ચર કર્યું હતું જેથી લાવણ્યાએ આત્મહત્યા કરી હતી.આ વિદ્યાર્થિનીને ન્યાય અપાવવા તેમજ તમિલનાડુ સરકારની સંદેહાસ્પદ ભૂમિકા સામે આજે શામળદાસ કોલેજના ગેઇટ બહાર દેખાવો કરી વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ જોડાયા હતા.