મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સંપૂર્ણ આરક્ષિત વિશેષ ટ્રેનની ૨ ટ્રીપ ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી શનિવારે, ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ ૧૭.૪૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૭.૫૦ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ ગુરુવાર, ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ બાંદ્રા ટર્મિનસથી ૧૬.૪૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૫.૪૦ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ૨ ટાયર, એસી ૩ ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા સાથે સંપૂર્ણ આરક્ષિત ટ્રેન તરીકે દોડશે.
સોમનાથ-ઓખા ટ્રેનમાં વધારાનો સેકન્ડ એસી કોચ લગાવવામાં આવશે
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ સોમનાથ-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં હંગામી ધોરણે વધારાનો સેકન્ડ એસી કોચ લગાવવાનો નિર્ણય કર્યો છે. સોમનાથ-ઓખા-સોમનાથ એક્સપ્રેસ માં સોમનાથથી ૦૩.૦૩.૨૦૨૨ થી ૦૨.૦૪.૨૦૨૨ સુધી અને ઓખાથી ૦૨.૦૩.૨૦૨૨ થી ૦૧.૦૪.૨૦૨૨ સુધી એક વધારાના સેકન્ડ એસી કોચ લગાવવામાં આવશે.