વીર સાવરકર પ્રાથમિક શાળા નં.-૮માં માતૃ-પિતૃ પૂજન દિવસ ઉજવવામાં આવ્યો

106

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વીર સાવરકર પ્રાથમિક શાળા નં.-૮ માં બાળકો માતા પિતાના મહત્વને અને માતા પિતાનું સ્થાન પોતાના જીવનમાં ઈશ્વર તુલ્ય છે આ વાત સમજે એ હેતુથી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ માતા પિતા વંદના અને પુજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રતિક સ્વરૂપે ૩૦ વાલીઓ માતા અથવા પિતા કે માતા-પિતા બંને ઉપસ્થિત રહ્યા હતા.શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટે ઉપસ્થિત તમામ માતા પિતા નુ શાળા પરિવાર વતી સ્વાગત કરી આ કાર્યક્રમના મહત્વ વિશે વાત કરી હતી.શાળાના શિક્ષક ભાવનાબેન સોલંકી એ પુજન કરાવ્યું હતું અને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમને અનુરૂપ માતા પિતા નું જીવનમાં મહત્વ વિશે શાળા પરિવાર ના શિક્ષક રામજીભાઈ ભાલીયાએ વાત કરી હતી.આ કાર્યક્રમમાં જ્યારે બાળકોએ પોતાના માતા પિતાની આરતી કરી અને પ્રદક્ષિણા કરી ત્યારે વાતાવરણ એટલું ભાવુક હતું કે ઘણા વાલીઓ અને બાળકોની આંખોમાં આંસુ આવી ગયા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન નીચે શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

Previous articleઆજે ભાવનગરમાં ૧૨ નવા કોરોનાના કેસ નોંધાયા, ૩૨ કોરોનાને માત આપી
Next articleરણધીરસિંહ ઝાલા દ્વારા લિખિત પુસ્તક ‘પ્રેમ યોગ’નું ભાવનગરના મહારાણી સમયુક્તાકુમારીજીના હસ્તે વિમોચન