ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઇ ઠાકોરની સુચનાથી ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશ વાઘાણીએ પુર્વ નગરસેવક કાળુભાઇ બેલીમની શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા તરીકે પુનઃ નિયુક્તિ કરેલ છે. આ નિમણૂંકને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ ગોહિલ, ધારાસભ્ય કનુભાઇ બારૈયા, ભાવ. મ્યુનિ. વિપક્ષના નેતા ભરતભાઇ બુધેલીયા, ડો.રાણીંગા, રાજેશ જોષી, અનિરૂધ્ધસિંહ ગોહિલ, જયદીપસિંહ ગોહિલ, ઇકબાલ આરબ, સાજીદ કાજી, રહિમભાઇ કુરેશી, કલ્પેશ મણીયાર સહિતના કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ આવકારી શુભેચ્છા પાઠવી હતી.