રાહુલ ગાંધી સામે આસામમાં ભાજપ યુવા મોરચા દ્વારા ૧૦૦૦ ફરિયાદ નોંધાવાઈ

76

પોલીસે આ પૈકી કોઈ ફરિયાદ પર કેસ નોંધ્યો છે કે નહીં તે હજી સ્પષ્ટ થયું નથી : કોંગ્રેસ પક્ષ ભારત માટે દુર્ભાગ્ય છે : યુવા મોરચો
દિસપુર,તા.૧૫
આસામ ભાજપના યુવા મોરચાએ દાવો કર્યો હતો કે, અમારા કાર્યકરોએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે તેમના એક ટિ્‌વટ બદલ રાજ્યના અલગ અલગ પોલીસ મથકોમાં ૧૦૦૦ ફરિયાદો નોંધાવી છે.જોકે પોલીસે આ પૈકી કોઈ ફરિયાદ પર કેસ નોંધ્યો છે કે નહીં તે હજી સ્પષ્ટ થયુ નથી.ન્યૂઝ એજન્સીને આસામ પોલીસના એક ઉચ્ચાધિકારીએ કહ્યુ હતુ કે, રાજ્યમાં સેંકડો પોલીસ મથકો અને ચોકીઓ તેમજ પેટ્રોલિંગ ચોકીઓ પણ છે.આ પૈકી ગમે તે જ્ગ્યાએ કોઈ પણ વ્યક્તિ ફરિયાદ આપી શકે છે.જોકે જો કોઈ કેસ નોંધવામાં આવશે તો તે પોલીસ સ્ટેશનમાં જ નોંધવામાં આવશે. ભાજપના યુવા મોરચાએ કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ એક ટિ્‌વટમાં ભારતને કાશ્મીરથી કેરાલા સુધી અને ગુજરાતથી પશ્ચિમ બંગાળ સુધી વિસ્તરેલુ હોવાનુ કહ્યુ છે.તેમણે નોર્થ ઈસ્ટના રાજ્યોને તો ભારતનો હિસ્સો ગણ્યા જ નથી.રાહુલ ગાંધીએ આડકતરી રીતે આ ટિ્‌વટ કરીને ચીનનુ સમર્થન કર્યુ છે.તેમનુ ટિ્‌વટ તેમની ભાગલાવાદી માનસિકતાને અને કોંગ્રેસની વિચારધારાને દર્શાવે છે. યુવા મોરચાનુ કહેવુ છે કે, કોંગ્રેસ પાર્ટી ભારત માટે દુર્ભાગ્ય છે અને રાહુલ ગાંધી ભારત માટે સમસ્યા છે. આ પહેલા આસામના સીએમ હેમંત બિસ્વા સરમાએ એક વિવાદિત નિવેદન આપીને કહ્યુ હતુ કે, ભાજપે ક્યારેય રાહુલ ગાંધી પૂર્વ પીએમના પુત્ર હોવાનુ પ્રમાણ માંગ્યુ છે જેના વિરોધમાં કોંગ્રેસના યુવા મોરચાએ અલગ અલગ રાજ્યોમાં હેમત સરમા સામે ફરિયાદો નોંધાવી હતી જેનો જવાબ હવે ભાજપ યુવા મોરચાએ પણ ફરિયાદો નોંધાવીને આપ્યો છે.

Previous articleસેન્સેક્સમાં ૧૭૩૬ અને નિફ્ટીમાં ૪૫૫ પોઈન્ટનો ઉલ્લેખનીય ઊછાળો
Next articleયુક્રેનમાં રહેતાં ભારતીયોને અસ્થાયી રીતે ઝડપથી દેશ છોડી દેવાની સલાહ