રાજુલા ખાતે દશા સોરઠીયા વણિક મહાજન દ્વારા આયોજીત પંચામૃત ઉત્સવની ઉજવણી વણીક સમાજના મુંબઈ સ્થિત ઉદ્યોગપતિઓની હાજરીમાં ભવ્ય રીતે જેમાં સંગીત સંધ્યા તેમજ મહિલા, યુવતીઓ ટ્રેડીશ્નલ ડ્રેસમાં સોળે શણગાર સજી રાસ ગરબાની હરીફાઈમાં વિજેતા ખેલૈયાઓએ તેમજ સર્વે દિકરીઓએ રાજુલાથી મુંબઈ સુધીના જ્ઞાતિ આગેવાનો ટ્રસ્ટીઓના મન જીતી લીધા અને વિજેતા ખેલૈયાઓને પ્રોત્સાહિત ઈનામો મુંબઈ મહાજન પ્રમુખ રમેશભાઈ જનાણી, જીતુભાઈ શેઠ, શશીકાંતભાઈ મહેતા, જીતુભાઈ માધાણી સહિત તેમજ રાજુલા દશાશ્રી સોરઠીયા વણીક મહાજન પ્રમુખ અશોકભાઈ મહેતા, ભરતભાઈ તલાટી સહિત રાજુલા વણીક સમાજ આગેવાનો સાથે સમગ્ર પંચામૃત ઉત્સવનું કાર્યક્રમનું સંચાલન રાજુલા અશોક મહેતા પ્રમુખે કર્યુ હતું.