વિશ્વ વધુ એક મહામારી સામે ઝઝૂમી રહ્યું છે : મનુષ્ય માસ્ટોમિસ ઉંદરના મળથી દૂષિત ભોજન કે અન્ય ચીજોના સંપર્કમાં આવવાથી લાસા તાવથી સંક્રમિત થાય છે
નવી દિલ્હી, તા.૧૬
કોરોના વાયરસ મહામારી અને તેના નવા નવા વેરિયન્ટ સામે ઝઝૂમી રહેલી દુનિયામાં વધુ એક સંક્રમણે પરેશાની વધારી દીધી છે. આ નવા વાયરસનુ નામ છે લાસા વાયરસ, જે યુનાઈટેડ કિંગડમમા મળ્યો છે. કહેવાય છે કે, નવો વાયરસ અત્યાર સુધી ત્રણ લોકોના મોતનુ કારણ બની ચૂક્યો છે. સ્વાસ્થય અધિકારીઓએ ચેતવ્યા કે, તેમા મહામારી બનવાની પૂરેપૂરી શક્યતા છે.
અમેરિકન સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલે કહ્યુ કે, આ એક પ્રાણીઓમાંથી નીકળેલી કે જુનોટિક, તેજીથી ફેલાનાર વાયરસ બીમારી છે. કહેવાય છે કે, રક્તસ્ત્રાવી બીમારી લાસા વાયરસને કારણે થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) ના જણાવ્યા અનુસાર, મનુષ્ય સામાન્ય રીતે સંક્રમિત માસ્ટોમિસ ઉંદરના મઊળ અથવા મળથી દૂષિત ભોજન કે અન્ય ચીજોના સંપર્કમાં આવવાથી લાસા તાવથી સંક્રમિત થઈ રહ્યાં છે. આ બીમારી પશ્ચિમી આફ્રિકાના કેટલાક દેશોમાં છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા બીમારી પર મળતી માહિતી અનુસાર, તે એક માણસથી બીજા માણસમાં ફેલાઈ શકે છે. લેબોરેટરી ટ્રાન્સમિશન પણ સંભવ છે. આ બીમારીની ખોજ વર્ષ ૧૯૬૯ માં થઈ હતી અને તેનુ નામ નાઈઝીરિયાના એ શહેરના નામ પર રાખવામાં આવ્યુ, જ્યા સૌથી પહેલા આ કેસ સામે આવ્યો હતો. સીડીસીના અનુસાર, આ તાવથી દર વર્ષે અંદાજે ૧૦૦,૦૦૦ થી ૩૦૦,૦૦૦ લોકો સંક્રમિત થાય છે. જેમાં લગભગ ૫,૦૦૦ મોત થાય છે. લાસા તાવનો સમયગાળો બે થી ૨૧ દિવસનો હોય છે. ડબલ્યુએચઓ ના મુજબ, લાસાના મોટાભાગના લક્ષણો હળવા અને નિદાન વગરના હોય છે. ધીરે ધીરે તાવ આવે છે, બાદમાં નબળાઈ આવે છે અને ખરાબ અસ્વસ્થતાની શરૂઆત થાય છે. જેમ જેમ સંક્રમણ વધે છે, તેમ તેમ દર્દીના માથાનો દુખાવો, ગળામાં ખારાશ, માંસપેશીઓમા દર્દ, છાતીમાં દર્દ, જીવ ગભરાવવો, ઉલટી, ખાંસીની સાથે પેટ દર્દ પણ થઈ શકે છે.આ સંક્રમણના ગંભીર મામલામાં ચહેરા પર સુજન, મોઢા-નાક પર નાજુક રક્તસ્ત્રાવ થાય છે. ડબલ્યુએચઓ એ આગળ કહ્યુ કે, તેમા મૃત્યુ સામાન્ય રીતે ઘાતક મામલામાં ૧૪ દિવસોની અંદર થઈ શકે છે.