ભાવનગરમાં બે વર્ષ બાદ આંગણવાડીઓ ફરી શરૂ, બાળકોને તિલક કરી, ચોકલેટ તથા માસ્ક આપી આવકાર્યા
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર ધીમી પડતા ધીમે ધીમે શૈક્ષણિક સંસ્થાઓમાં ફરીથી ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આજથી બે વર્ષ બાદ ભાવનગર સહિત રાજ્યમાં આંગણવાડીમાં બાળકોનો કિલકિલાટ શરૂ થયો હતો. બાળકોને તિલક કરી અને ચોકલેટ તથા માસ્ક આપી આવકાર્ય હતા. જેમ પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ આપવામાં આવે તેવી જ રીતે આંગણવાડીના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ભાવનગર શહેરમાં પૂર્વ અને પશ્ચિમમાં અંદાજે 312 જેટલી આંગણવાડીઓ આવેલી છે. જેમાં અભ્યાસ કરતા અંદાજે 12 હજારથી વધુ બાળકો આજથી પાયાનું શિક્ષણ સાથે ઘડતર મેળવશે. આ નિર્ણયને લઈને વાલીઓ, શિક્ષકો અને આંગણવાડી વર્કરોએ ખુશ થયા છે. ગુજરાત રાજ્યમાં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાનાં બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મુકવામાં આવેલી છે. બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય એ પહેલાં એના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ હોય છે. પાંચ વર્ષથી નાની વયનાં બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે. આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે, ગીતો ગવડાવવામાં આવે છે તેમજ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે.
આંગણવાડી અને પ્રિ સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણય ન લઈને વાલીઓ, શિક્ષકો અને આંગણવાડી વર્કરો ખુશ થયા હતા. છેલ્લા બે વર્ષથી આંગળવાડી બાળકો વગર સુના પડયા હતા. તો બીજી તરફ આંગણવાડી વર્કરો એ બાળકોને તેઓના ઘરે ઘરે પોષક આહાર આપવા જવું પડતું હતું. આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેને જણાવ્યું હતું કે, બે વર્ષથી કોરોનાને કારણે બાળકોને આંગણવાડીમાં બોલાવવા ના બંધ કરવામાં આવ્યાં હતા, પણ આંગણવાડી બહેનો દ્વારા ઘરે ઘરે બાળકોને સુખડી વિતરણ, સગર્ભા સ્ત્રીઓને પણ મુલાકાત કરી તમામ સેવા આઇસીડીએસની શરૂ હતી. ત્યારે હાલ કોરોનાની લહેર ધીમી પડતા વાલીઓની સંમતિ સાથે આંગણવાડીમાં બાળકો બોલાવી શકાશે. વાલીઓની ઇચ્છા ન હોય તો પોતાના બાળકને આંગણવાડીમાં મોકલવા ફરજ પાડી શકાશે નહીં. વાલીઓ ઈચ્છે ત્યારે જ બાળકોને મોકલવાના રહેશે. આંગણવાડીના ઉષાબેન જણાવ્યું હતું કે, બે વર્ષથી કોરોના મહામારીને કારણે આંગણવાડી બંધ હતી, બાળકના ઘડતરનો પાયો આંગણવાડી છે, જ્યાં બાળકને તમામ પ્રવૃત્તિઓ શીખડાવવામાં આવે છે બાળકને રમતો રમતા, ગીતો ગવડાવતા સહિતની પ્રવૃત્તિઓ કરાવી બાળકના વિકાસમાંનો પાયો આંગણવાડી છે.