ભાવનગર મહાનગર ભાજપ અનુસૂચિત જાતી મોરચા દ્વારા સંત શિરોમણી શ્રી રોહિદાસ બાપાની ૬૪૫ મી જન્મજયંતિ નિમિતે સામાજિક-ધાર્મિક સેવકાર્યો યોજાયા .

82

ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચોની સૂચના અને શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યાના માર્ગદર્શનમાં ભાવનગર મહાનગર ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા તા. ૧૬-૦૨-૨૦૨૨, મહાસુદ પુનમ અને મંગળવારે સાંજે ૬-૦૦ કલાકે, સંત શિરોમણી શ્રી રોહિદાસ બાપાની ૬૪૫ મી જન્મજયંતી નિમિતે આનંદનગર, વિમાના દવાખાના પાસે આવેલ શ્રી રોહિદાસ બાપાનાં મંદિરે, મંદિરના પૂજારી તથા ટ્રસ્ટીશ્રીઓનું સન્માન, બટુક ભોજન અને ધર્મ જાગરણ પ્રવચન તેમજ સંધ્યા આરતી કાર્યક્રમ કરવામાં આવેલ. સાંસદ ડૉ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર કિર્તીબેન દાણીધારિયા, શહેર મહામંત્રી અને મોરચાના પ્રભારી ડી. બી. ચુડાસમા, પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, અનુસુચિત જાતી મોરચાના પ્રમુખ ડો. રાજુ પરમાર, મહામંત્રી મહેન્દ્રભાઈ જાદવ, ગોપાલભાઈ ચૌહાણ, ભાજપના અગ્રણી રાજુભાઈ ઉપાધ્યાય, નરેન્દ્રસિંહ સોલંકી, પૂર્વ મેયર બાબુભાઈ સોલંકી, પૂર્વ નગરસેવક ઉકાભાઈ ચૌહાણ, ગીતાબેન મેર, નગરસેવક નરેશભાઈ ચાવડા, મનીષાબેન વાઘેલા, મોરચાના હોદેદારો, કારોબારી સભ્યો, વોર્ડપ્રમુખ તેમજ મહામંત્રીઓ તેમજ કાર્યકરોની વિશેષ ઉપસ્થિતિમાં થયેલ આ સેવાકીય કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ચાર્જ વિકાસ જાદવ અને સહ ઇન્ચાર્જ વિજય પરમારની સાથે મોરચાની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી તેમ અનુસૂચિત જાતિ મોરચાના કાર્યાલય મંત્રી રવીન્દ્ર વાઘેલા અને મીડિયા પ્રભારી કેતનભાઈ રાઠોડની યાદી જણાવે છે.

Previous articleઆંગણવાડીમાં બાળકોનો કિલકીલાટ શરૂ
Next articleભાવનગરના શિલ્પીનગર વિસ્તારમાં ધંધાકીય પ્રવૃત્તિ કરવામાં આવતા સ્થાનીકોએ વિરોધ કર્યો