ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શ્રીસુભાષચંદ્ર બોજ પ્રાથમિક શાળા નંબર 24માં શિશુવિહાર સંસ્થા દ્વારા 769મી દૃષ્ટિ ચકાસણી શિબિર યોજાઈ ગયી. સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડનાં સૌજન્યથી સી.એસ.આર. એક્ટિવિટી તરીકે યોજાયેલ આ દૃષ્ટિ ચકાસણી શિબિરમાં પ્રાથમિક શાળાનાં 48 બાળકોની આંખ તપાસ તથા 20 બાળકોને જરૂરિયાત મુજબ સ્પ્રિંગ વિઝનનાં સૌજન્યથી ચશ્માંનું વિતરણ કરવામાં આવેલ…તારીખ 17 ફેબ્રુઆરી એ યોજાયેલ શિબિરનું સંકલન શિશુવિહાર સંસ્થાનાં કાર્યકર મીનાબહેન મકવાણા,જાવેદભાઈ લોયા તથા પોપટભાઈ વેગડે કર્યું હતું.