ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેંકની ૧૩ બેઠક માટે ૨૯ ઉમેદવારો મેદાનમાં

90

૧૦ બેઠકો પર ભાજપ કોંગ્રેસનો સીધો, ત્રણ બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામશે, ત્રણ બિનહરીફ જાહેર થઇ છે
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણી માટે ગઈકાલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે અને ૧૬ બેઠકો પૈકી ત્રણ બિનહરિફ થઈ છે જ્યારે ૧૩ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે જેમાં ૧૦ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસનો સીધો જંગ થશે જ્યારે ત્રણ બેઠકો પર ત્રિપાંખિયો જંગ જામશે. એક દાયકા બાદ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની ચૂંટણી યોજાનાર છે જેમાં જાહેરનામું બહાર પાડયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થયું હતું અને કોંગ્રેસ દ્વારા ૨૬ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા અને ભાજપ દ્વારા ૩૪ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા અને ૧૮ અપક્ષો મળી કુલ ૭૮ ઉમેદવારીપત્રકો ભરાયા હતા જે પૈકી ચકાસણી દરમિયાન ૧૦ ફોર્મ રદ થયા હતા જેમાં ભાજપના બે અને કોંગ્રેસના એક ઉમેદવાર બિનહરીફ થયા હતા ગઈકાલે તારીખ ૧૭ના રોજ ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસે પોતાના ડમી તથા વધારાના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચ્યા હતા અને જે તે બેઠક પર ઉમેદવારોના નામો ફાઇનલ કરવામાં આવ્યા હતા આમ ડિસ્ટ્રિક્ટ બેંકની બાકી રહેલી ૧૩ બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં ભાજપના ૧૩ કોંગ્રેસના ૧૩ અને ત્રણ અપક્ષ મળી કુલ ૨૯ ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે ૧૩ બેઠકો પૈકી ગારીયાધાર, બોટાદ અને ઘ વીભાગમાં ત્રિપાંખિયો જંગ થશે બાકી અન્ય ૧૦ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસનો સીધો જંગ જામશે ડિસ્ટીકટ કો ઓપરેટીવ બેંકની ચૂંટણીમા ધારાસભાની ચૂંટણીની જેમ માહોલ ગરમાયો છે અને ભાજપ દ્વારા ડિસ્ટીકટ બેંકમાં સત્તા હાંસલ કરવા એડી ચોટીનું જોર લગાવાઇ રહ્યું છે તો સામે નાનુભાઈ વાઘાણીની કોંગ્રેસ પ્રેરિત પેનલ પણ સત્તા ટકાવી રાખવા જોર લગાવી રહી છે.

Previous articleગઢડાના ચિરોડામાં થયેલી ચોરી મામલે લાઠીદડના પિતા-પુત્ર સહિત ચાર ઝડપાયા
Next articleખેડૂતોના ઉત્પાદક સંગઠન દ્વારા પ્રેરણા પ્રવાસ