અધિકારીઓ દ્વારા ગ્રામજનો વિરુદ્ધ ફરિયાદ દાખલ
બોટાદ પીજીવીસીએલ ની ટીમ રોહિશાળા ગામે રૂટિન ચેકીંગ કામગીરી માટે જતાં રોહિશાળા ગ્રામજનો દ્વારા વીજ ટીમ પર હુમલા નો પ્રયત્ન કરી ફરજમાં રૂકાવટ કરતાં અધિકારીઓ એ ગ્રામજનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બનાવ અંગે બોટાદ પીજીવીસીએલ વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર આજરોજ વહેલી સવારે બોટાદ પીજીવીસીએલ ડીવીઝન ની આઠ ટીમ રૂટિન ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત રોહિશાળા ગામે પહોંચી હતી જયાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ચેકિંગ કામગીરી શરૂ કરતાં મહિલાઓએ કામગીરી નો ઉગ્ર વિરોધ કરી કામગીરીમાં વિક્ષેપ ઉભો કરી વિજ કર્મચારીઓ-અધિકારીઓ સાથે અસભ્ય વર્તન કરી બિભત્સ ગાળો આપી લાકડા ના ધોકા-પાઈપ જેવા હથિયારો સાથે આવી અધિકારીઓ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો દરમ્યાન પોલીસે હુમલાખોર મહિલાઓને અટકાવી હતી આ બનાવની જાણ બોટાદ પોલીસને થતાં મોટો પોલીસ કાફલો રોહિશાળા ગામે મોકલી દેવામાં આવ્યો હતો અને ફરજમાં વિક્ષેપ સર્જી કામગીરીનો વિરોધ કરતી મહિલાઓ વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તો બીજી તરફ રોહિશાળા ગામની મહિલાઓ એ વિજ કંપનીના અધિકારીઓ વિરુદ્ધ એવો આક્ષેપ કર્યો હતો કે વહેલી સવારે ઘરમાં મહિલાઓ સ્નાન કપડાં વાસણ જેવાં કામમાં વ્યસ્ત હોય એ દરમ્યાન અધિકારીઓ કોઈ રીઢા આરોપી ઓને ઝડપવા આવી હોય એવું વર્તન કરી ત્રાસ આપતાં હોય આથી ઘરોમાં પુરૂષોની હાજરી દરમ્યાન ચેકિંગ કામગીરી કરવા જણાવ્યું હતું પરંતુ અધિકારીઓ એ કોઈ વાત સાંભળ્યા વિના તોછડાઈ ભર્યું વર્તન કરતાં આ વર્તનનો મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો આ અંગે બોટાદ પોલીસે તપાસ હાથ ધરી છે.