સિહોર ખાતેના કબ્રસ્તાનમા ધી નગરપાલિકા દ્વારા રસ્તો કાઢવા અંગે કરેલી દબાણ હટાવ કામગીરી દરમિયાન થયેલ બબાલ બાદ કામગીરી અટકાવી દેવાય હતી અને ત્યારબાદ કોર્ટમાં પિટિશન દાખલ થતા સ્ટે અપાયેલ છે.આ સંદર્ભે આજે સિહોર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી જાડેજા, પી આઈ કે.ડી.ગોહિલ સહિતની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો, કોર્પોરેટરો તેમજ શહેરના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ મામલે નિર્ણય ન આવે ત્યાં સુધી શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી.