ભાવ.ની યુવતીને ભગાડી જનાર રાજકોટના કોન્સ્ટેબલ રાશિદ શેખનું વધુ એક કારસ્તાન

316

‘તું મારી સાથે વાત નહિ કરે તો સ્ટાફમાં અને સમાજમાં તને બદનામ કરી દઇશ’ કહી કોન્સ્ટેબલની ધમકી
કેટલાક લોકો પોતાના વ્યવસાયનો અલગ ઉપયોગ કરતા હોય છે અને પોતાના અવાતર હેતું બર લાવવા સતત ખેલ પાડતા રહે છે. રાજકોટનો એક પોલીસ કોન્સ્ટેબલ પણ આવી તરીકેની વૃત્તિ ધરાવતો હોવાનું બહાર આવ્યું છે. ભાવનગરની એક મહિલા પોલીસને ભગાડી જનાર રાશિદ શેખ ફરજ રાજકોટમાં ફરજ બજાવતી મહિલાને જાતીય સતામણી કરી બદનામ કરવાની ધમકી આપતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. રાજકોટ એ ડિવિઝન પોલીસમથકના પીઆઇ સી.જી.જોશીએ જણાવ્યું કે, ગત મંગળવારે રામનાથપરા પોલીસ લાઇનમાં રહેતા અને ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાશિદ બસીર શેખના ક્વાર્ટરમાંથી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ રહસ્યમય રીતે બેભાન હાલતમાં મળતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી. આ રાશિદ અગાઉ ભાવનગરની યુવતીને ભગાડવાના બનાવમાં સંડોવાયો હોય તેણે આ મહિલા કોન્સ્ટેબલને ગળાટૂંપો આપ્યો કે આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગે પોલીસ લાઇનમાં ચર્ચાઓ શરૂ થઇ હતી. મહિલા કોન્સ્ટેબલના જણાવ્યા મુજબ, તે અને રાશિદ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હોય બંને વચ્ચે પરિચય હોય રાશિદે કચેરીમાંથી જ પોતાના મોબાઇલ નંબર મેળવ્યા હતા. બાદમાં તે અવારનવાર પોતાને રિંગ કરી તેની સાથે વાત કરવા દબાણ કરતો હતો એટલું જ નહિ રોલકોલમાં પણ તે વાત કરવાનો પ્રયાસ કરતો હતો. એક વખત રાશિદે પોતાને ઊભી રાખી જો તું મારી સાથે વાત નહિ કરે તો તારા પરિવારને બધી વાત કરી સ્ટાફમાં તેમજ સમાજમાં બદનામ કરી મારી નાંખવાની અને ચારિત્રહીનતાનું આળ મૂકી બદનામ કરી નાંખવાની ધમકી આપી હતી. બે દિવસ પહેલા બનેલા બનાવની ટ્રાફિક એસીપીને જાણ થતા તુરંત કોન્સ્ટેબલ રાશિદ શેખની ટ્રાફિક શાખામાંથી હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવાઇ હતી. હાલ મહિલા કોન્સ્ટેબલના નિવેદન બાદ કોન્સ્ટેબલ રાશિદ શેખ સામે ગુનો નોંધી રાજકોટ પોલીસે સકંજામાં લીધો છે.

Previous articleશિહોર કબ્રસ્તાન મામલે શાંતિ સમિતિની બેઠક
Next articleદિશાએ ૮૦ કિલો વજન ઉઠાવીને કર્યું વર્કઆઉટ