મુંબઈ, તા.૧૮
બોલિવુડ એક્ટ્રેસ દિશા પટણી ફિલ્મોની સાથે-સાથે પોતાની ફિટનેસને લઈને પણ ઓળખાય છે. તે ખૂબ જ વર્કઆઉટ કરે છે. જિમમાં ઘણો પરસેવો રેડે છે. તે સોશિયલ મીડિયા પર એક્સરસાઈઝના ફોટોઝ અને વિડીયો શેર કરી ફેન્સને પણ ફિટનેસ માટે ઈન્સ્પાયર કરે છે. હવે તેણે પોતાનો નવો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે ૮૦ કિલોનું વજન ઉઠાવી રેક પુલ કરતી દેખાઈ રહી છે. તેનો આ અંદાજ જોઈ ફેન્સની સાથે-સાથે ટાઈગર શ્રોફની મમ્મી આયેશા શ્રોફ અને બહેન કૃષ્ણા શ્રોફ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે અને તેમણે પોસ્ટ પર કોમેન્ટ કરી છે. આ વિડીયોમાં દિશા સ્પોર્ટસ વેરમાં છે. તે ૮૦ કિલોના વજન સાથે રેક પુલ કરી રહી છે કે જે એક એવું વર્કઆઉટ છે, જેમાં ઘણા સ્ટ્રેન્થ અને સ્ટેમિનાની જરૂર હોય છે. એક્ટ્રેસે તેના ૫ રિપીટેશન કર્યા. બ્રેકગ્રાઉન્ડમાં જિમ ટ્રેનનો અવાજ પણ આવી રહ્યો છે. તે દિશાને સતત ગાઈડ કરે છે અને છેલ્લે તેની પ્રશંસા પણ કરે છે. દિશા પણ આ એક્સરસાઈઝ પછી ઘણી ખુશ નજર આવે છે. દિશાના આ વિડીયો પર ટાઈગર શ્રોફના મમ્મી આયેશા શ્રોફે કોમેન્ટ કરતા ’મ્ીટ્ઠજં!’ લખ્યું છે. તો ટાઈગરની બહેન કે જે દિશાની ખાસ બહેનપણી છે, તેણે ‘You’re Firee’ લખવાની સાથે ઈમોજીસ પણ મૂક્યા છે.એક્ટ્રેસના આ વિડીયોને ઈન્સ્ટ્રગ્રામ પર અત્યાર સુધીમાં ૨૦ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ફેન્સે પણ આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સ કરી છે. દિશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પહેલા પણ પોતાના ઘણા વિડીયો શેર કરી ચૂકી છે.દિશાએ તેલુગુ ફિલ્મ ’લોફર’થી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. તે પછી એમએ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીમાં પણ તેની એક્ટિંગની ઘણી પ્રશંસા થઈ હતી. તે પછી તે બાગી ૨, ભારત અને મલંગમાં નજર આવી હતી. અપકમિંગ મૂવીઝની વાત કરીએ તો તે ’દ્ભ્ૈહટ્ઠ’, એક વિલન રિટર્ન્સ અને યોદ્ધામાં જોવા મળશે. યોદ્ધામાં સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં છે.