ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા જાણીતા લેખક અને વક્તા જય વસાવડાનું વ્યાખ્યાન યોજાયું

193

જ્ઞાનના ઉપયોગમાં શક્તિ છે એટલે જ આપણી પરંપરા મા શક્તિની પૂજા થાય છેઃ જય વસાવડા
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર દ્વારા જાણીતા લેખક અને વક્તા જય વસાવડાનું વ્યાખ્યાન આજરોજ સરદારનગર ખાતે આવેલ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે યોજવામાં હતું. નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર હંમેશા વિદ્યાર્થિનીઓના સર્વાંગી વિકાસના કાર્યક્રમો કરે છે. આજની વિદ્યાર્થિની તેની કારકિર્દીમાં સફળ થઈ શકે તે માટે કોલેજ દ્વારા સતત વિવિધ કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં ગુજરાતમાં પોત પોતાના ક્ષેત્રમાં સંઘર્ષ ખેડીને સફળ થયેલા વિશિષ્ટ મહાનુભાવો વક્તાઓ, લેખક સાથે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સાથે સાક્ષાત્કાર કરવામાં આવે છે.

આજની શિક્ષણ પદ્ધતિ ચાર દિવાલ વચ્ચેની છે. આખા વર્ષ દરમિયાન નક્કી કરેલા સમયમાં સિલેબસ ભણવાનો અને 3 કલાકના સમયમાં પરીક્ષા આપી પોતાનું કેરિયર નક્કી કરવાનું. આ ઉપરાંત ટકાવારીનું પણ મહત્વ વધ્યું હોવાથી વિદ્યાર્થીઓમાં વાંચન અને ઈતર જ્ઞાનનું મહત્વ ઘટ્યું છે. આજના વિદ્યાર્થીને માત્ર સિલેબસની બુક સિવાય પોતાના સ્વ-વિકાસની એક પણ બુકમાં રસ નથી. આથી વિદ્યાર્થી નીરસ બનતો જાય છે. પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ અને બદલાતા જતા ઝડપી યુગમાં પ્રથમ આવવાની હોડમાં આપણી મૂળભૂત પરંપરાઓ સંસ્કારો વિસરાતા જાય છે. પ્રાચીન ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ આપણા દેશમાં જયારે હતી ત્યારે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ સાથે સંસ્કાર સિચંનનું શિક્ષણ પણ અપાતું હતું. ગુરૂ-શિષ્યની પરંપરા આ શિક્ષણ પદ્ધતિને કારણે વિદ્યાર્થીમાં અભ્યાસ સાથે રાષ્ટ્રપ્રેમ પોતાનો સ્વ-વિકાસને કારણે વિધાર્થી આત્મ-નિર્ભર બનતો હતો. આ કાર્યક્રમના મુખ્ય વક્તા અને ગુજરાતના જાણીતા લેખક જય વસાવડાએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં સંસ્કારો અને પરંપરા એ આપણી સંસ્કૃતિનું મૂળ છે. તેને આપણા જીવનમાં ક્યારેય વિશરાવું ન જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જ્ઞાનના ઉપયોગમાં શક્તિ છે. એટલે જ આપણી પરંપરામાં શક્તિની પૂજા થાય છે. નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર દ્વારા વર્ષ દરમિયાન અભ્યાસને લગતા ઓરીએન્ટેશન, વર્કશોપ સેમીનાર, ગેસ્ટ લેકચરની સાથે સમાજ જીવનના ઉત્સવો જેવા કે ગણપતિ ઉત્સવ, નવરાત્રી મહોત્સવ, હરીણીય રોજ જેવા કાર્યક્રમોની સાથે વિદ્યાર્થીનીના વિકાસ માટે ગુજરાતના જાણીતા પોતાના જીવનમાં સંઘર્ષ કરીને સફળ થયેલા મહાનુભાવો લેખકો સાથે મોટીવેશન સ્પીકર સાથે સાક્ષાત્કાર પણ કરવામાં આવે છે. તેના ભાગ રૂપે ગુજરાતના જાણીતા વક્તા અને લેખક જય વસાવડાનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરના ભરતસિંહ ગોહિલ, રવિન્દ્રસિંહ સરવૈયા, ટી.બી. જૈન શાળાના આચાર્ય સુગદાબેન મિશ્રા, શલેન્દ્રસિંહ ગોહિલ, શિક્ષકગણો તથા વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleદેશમાં ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૨૫,૯૨૦ કેસ નોંધાયા
Next articleદેશમાં સ્વતંત્રતા અમૃત મહોત્સવ સંદર્ભે 75 કેન્દ્રોની પસંદગીમાં ગુજરાતના ત્રણ કેન્દ્રો પૈકી સણોસરાના લોકવિજ્ઞાન કેન્દ્રની પસંદગી