ભાવનગર ખાતે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને સર.ટી.હોસ્પિટલના ”પાસિંગ આઉટ સેરેમની” ના કાર્યક્રમમાં સહભાગી થઇ ડિગ્રી ગ્રહણ કરનારા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉચ્ચત્તમ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. વિદ્યાર્થીઓ હવે સમાજ જીવનની નવી વ્યવસ્થામાં જઈ રહ્યા છે ત્યારે પહેલાના સમયની સ્વાસ્થ્ય ક્ષેત્રની સુવિધાઓ અને અત્યારે અદ્યતન ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં થયેલા સુધારાઓની તુલના કરવા જણાવ્યું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી ની સરકારના વડપણ હેઠળ સમગ્ર દેશમાં અને માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના વડપણ માં આપણા રાજ્યમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે આમૂલ પરિવર્તન થયા છે. કોરોના મહામારી જેવી પરિસ્થિતિમાં પણ દેશના નાગરિકોને શ્રેષ્ઠ સારવાર પ્રાપ્ત થાય, કોરોનાના જંગ સામે લડવા માટે દેશના નાગરિકોને નિઃશુલ્ક કોરોના વેક્સિનેશન આપવામાં આવે એ બધા પ્રધાનમંત્રી શ્રી ની દીઘર્દ્રષ્ટીનાં પરિણામ છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં પોતાની અને પોતાના પરિવારની સહેજ પણ ચિંતા કર્યા વગર નાગરિકોની સેવા કરનાર તમામ ડોક્ટરશ્રીઓ, મેડિકલ અને પેરા-મેડિકલ વિભાગના કર્મચારીશ્રીઓ અને સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ કોરોના વોરિયર્સ ની તેમના સેવા બદલ શુભેચ્છાઓ પાઠવી તેમનો આભાર માનું છું. પોતાનો તબીબી અભ્યાસ પૂર્ણ કરી ડિગ્રી ગ્રહણ કરી સમાજ સેવા ના ભગીરથ કાર્યમાં જોડાવા જઈ રહેલા તમામ વિદ્યાર્થીઓ ને તેમના ઉજળા ભવિષ્ય માટે, શિક્ષકોને ઉત્તમ શિક્ષણ આપવા બદલ અને તમામ વાલીઓને તેમના પુરૂષાર્થ નું શ્રેષ્ઠ પરિણામ મેળવવા પર પુનઃ હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું.