જિલ્લામાં આજે માત્ર એક જ કેસ નોંધાયો, ૧૮ દર્દીઓએ કોરોનાને હરાવ્યો

71

શહેરમાં ૧૮ અને ગ્રામ્યમાં ૧૨ દર્દીઓ મળી કુલ ૩૦ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોરોના કાબુમાં આવી રહ્યો છે. આજે જિલ્લામાં માત્ર એક જ કેસ નોંધાતા જિલ્લાવાસીઓ અને તંત્રએ રાહતના શ્વાસ લીધા છે. ભાવનગર શહેરમાં આજે એક સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, શહેરમાં ૧૮ અને ગ્રામ્યમાં ૧૨ દર્દીઓ મળી કુલ ૩૦ એક્ટિવ કેસ છે. જિલ્લામાં આજે માત્ર એક જ કેસ નોંધાયો છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૨ અને તાલુકાઓમાં ૬ કેસ મળી કુલ ૧૮ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા ઘટીને ૧૮ પર છે. જ્યારે ગ્રામ્યમાં ૧૨ દર્દી મળી કુલ ૩૦ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૨૦ કેસ પૈકી હાલ ૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૭ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને સર.ટી.હોસ્પિટલના ‘‘પાસિંગ આઉટ સેરેમની”કાર્યક્રમ યોજાયો
Next articleશહેર અને જિલ્લામાં રેશન શોપધારકોની હડતાલના કારણે વિતરણ વ્યવસ્થા ઠપ્પ