ભાવનગરની સરકારી કચેરીઓ અને સાર્વજનિક સ્થળોએ તમામ બોર્ડ ગુજરાતીમાં ફરજીયાત

673

ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ઠરાવ પસાર કરીને રાજ્યના ભાવનગર સહિત ૮ મહાનગરોમાં સરકારી કચેરીઓ, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ લખવામાં આવેલ લખાણો ફરજીયાતપણે ગુજરાતી ભાષામાં લખવામાં આવશે. તો સાથે સાથે, પ્રાઈવેટ સેક્ટર્સના જાહેર સ્થળોએ ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપી તેના ફરજિયાત ઉપયોગની સૂચના આપવામાં આવી છે. રાજ્યની તમામ ૮ મહાપાલિકાઓના કમિશનરોને આ બાબતે અમલીકરણ કરવા આદેશો આપવામાં આવ્યા છે. મામલે ઉપરોક્ત પ્રાથમિક માહિતી સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આગામી ૨૧ ફેબ્રુઆરી સોમવારના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે, ગુજરાતી માતૃભાષા દિવસ પહેલા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આપણે જાહેર સ્થળો પર મોટેભાગે અંગ્રેજીમાં સુચના સહિતના બોર્ડ જોતા હતા, પરંતુ હવેથી આ બોર્ડ ગુજરાતી ભાષામાં જોવા મળશે. આ સૂચનાનો ફરજિયાતપણે પાલન કરવાનો રહેશે. અંગ્રેજી ભાષાના ચલણ વચ્ચે ગુજરાતી ભાષાને જીવંત રાખવા સરકારનો આ પ્રયાસ સરાહનીય
છે.
આ મહાનગરોમાં ગુજરાતી ફરજીયાત
અમદાવાદ
સુરત
વડોદરા
રાજકોટ
ગાંધીનગર
જૂનાગઢ
ભાવનગર
જામનગર
કયા સ્થળો પર ગુજરાતી ફરજિયાત
શાળા-કોલેજ
બેંક,
હોસ્પિટલ
લાયબ્રેરી
બાગ-બગીચા
સિનેમાગૃહ
નાટ્યગૃહ
સુપર માર્કેટ
શોપિંગ મોલ
હોટેલ
રેસ્ટોરન્ટ
-કાફે

Previous articleશહેરની મુખ્ય બજારોમાં અડધી રાત્રે દબાણો દુર
Next articleરાશીદ મારી જાતીય સતામણી કરતો હતો, મારૂં ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો, હત્યાના પ્રયાસનો ગુનો દાખલ