અમેરિકાની વોટરહીટર ઉત્પાદક કંપની બ્રેડફોર્ડ વ્હાઈટ અને ભારતની માર્કેટીંગ અને સર્વિસીંગ કંપની બેન્ચમાર્ક દ્વારા ભારતમાં વોટરહીટર ઓફર કરવા માટે વ્યુહાત્મક કરાર કરાયા છે.
બ્રેડફોર્ડ વ્હાઈટનાં વોટર હીટરનું બેન્ચમાર્ક એજન્સીઝ પ્રા. લિમિટેડ દ્વારા માર્કેટિંગ કરવામાં આવશે, બેસાડી આપવામાં આવશે તથા સર્વિસ કરવામાં આવશે. આ વોટર હીટર્સને શિપીંગ ડેમેજ સહિત માત્ર ૦.૧ ટકાથી ઓછા પ્રમાણમાં ખોટકાવાની ક્રેડીટ મળેલી છે.
બેન્ચમાર્ક વોટર હીટર , વોટર ટ્રીટમેન્ટ અને સોલર ફોટો વોલ્ટેઈક ક્ષેત્રે છેલ્લા એક દાયકા કરતાં પણ વધુ સમયથી કામગીરી કરી રહી છે અને બજારનું ઉંડુ જ્ઞાન ધરાવતા નિષ્ણાતો દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. ગેસ, ઇલેક્ટ્રિક , સોલર હીટ પંપ અને હવે કસ્ટમાઈઝ હાઈબ્રીડ વોટર હીટીંગ સોલ્યુશન્સના ક્ષેત્રે બેન્ચમાર્ક વોટર હીટીંગ સોલ્યુશન પ્રોવાઈડર કંપની તરીકે નં.૧ નું સ્થાન ધરાવે છે. એક સંપૂર્ણ ઓટોમેટીક ગેસ વોટર હીટર – ધ બ્રેડફોર્ડ વ્હાઈટ આઈકોન સિસ્ટમ અને ઇલેક્ટ્રિક વોટર હિટર સિસ્ટમ ની આજે અમદાવાદમાં તહેવારોની ઓફર તરીકે રજૂઆત કરવામાં આવી હતી. આ બંને પ્રોડકટ ૬ વર્ષની વોરંટી અને વીટરાગ્લાસ્સ લાઇનિંગ ટેંક સાથે આવે છે. બેન્ચમાર્કના ડિરેકટર નિશીથ જોશી જણાવે છે કે ” વિવિધ આવાસો માટે ગરમ પાણી પૂરૂ પાડવુ તે ખૂબ જ કપરૂ કામ છે. બેન્ચમાર્ક આ કામગીરી આસાનીથી કરી રહી છે. તેની પાસે વ્યક્તિ , સંસ્થા કે સ્વીમીંગ પૂલની જરૂરિયાત સંતોષી શકે તેવી હીટ પંપની સમગ્ર રેન્જ પણ છે.