ભાવનગર જિલ્લાના ઘોઘા માલપર ગામેથી સબસીડી વાળા યુરિયા ખાતરનો જથ્થો અન્ય ઉપયોગ માટે વપરાતો હોવાની આશંકાએ નાયબ ખેતી નિયામક કચેરીના અધિકારીઓએ માલપુર ગામે ભગવતી કોલ ડેપોમાં પડેલા દરોડામાં માંથી શંકાસ્પદ યુરિયા ખાતરની ૧૩૪ બેગ મળી આવી હતી. ઘોઘા તાલુકાના માલપર ગામેથી સબસીડી વાળા યુરિયા ખાતરનો જથ્થો નાયબ ખેતી નિયામક કચેરીનાં અધિકારીઓએ ઘોઘાના માલપર ગામે ભગવતી કોલ ડેપોમાં દરોડા પાડ્યા હતા, જ્યાં પ્રોડક્શન યુનિટમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરની ૧૩૪ બેગ મળી આવી હતી, યુરિયાના નમૂના લઇ લેબમાં મોકલવામાં આવ્યા છે, યુરિયા ખાતરનો ખેતીની બદલે અન્ય ઉપયોગની આશંકા સેવાઇ રહી છે, કંપની પાસે ખાતરની ખરીદીનાં બિલ ન હોય જેથી યુરિયાનો જથ્થો કબ્જે લેવામાં આવ્યો છે, બજારમાં ખાતરની એક થેલીની બજાર કિંમત રૂ.૩૫૦૦ છે જે સબસિડીમાં ખેડૂતોને માત્ર ૨૬૭ માં મળે છે.