ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા ગાંધીનગર પ્રેરિત ડાયટ મહેસાણા અને ડાયેટ વધઈના સંયુક્ત ઉપક્રમે ગીજુભાઈ બધેકાની બાળવાર્તા આધારિત રાજ્ય કક્ષાની ચિત્રકલા વર્કશોપ સ્કૂલ લીડરશીપ એકેડમી સાપુતારા જિ. ડાંગમાં યોજાયો હતો. સાપુતારા ખાતે યોજાયેલા આ વર્કશોપમાં ભાવનગર MSB શાળા નંબર- ૪૫ ના શ્રીઅશોકભાઈ પટેલ. સ્જીમ્ શાળા નંબર- ૬૭ના અશોકભાઈ કાલાણી. ફરિયાદકા પ્રાથમિક શાળાના શિક્ષક રસિકભાઈ વાઘેલા એ ભાગ લીધો હતો. જેમાં જીસીઇઆરટી ગાંધીનગરના એસોસિયેટ પાલીયાસાહેબ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી સૌ કલાકાર મિત્રો ને અભિનંદન પાઠવ્યામા હતા.