મુંબઇ,તા.૨૦
વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્માને ભારતનો નવો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત ભારતનો ૩૫મો ટેસ્ટ કેપ્ટન હશે.
ભારતની વરિષ્ઠ પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ રોહિતની ટેસ્ટ કેપ્ટન તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. ટેસ્ટ કેપ્ટન તરીકે રોહિત શર્માની પ્રથમ શ્રેણી શ્રીલંકા સામે ઘરઆંગણે રમાશે. ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ ૪ માર્ચથી મોહાલીમાં રમાશે. રોહિત શર્મા પાસે પહેલાથી જર્ ંડ્ઢૈં અને ્૨૦ ટીમની કમાન છે. હવે તે રમતના ત્રણેય ફોર્મેટમાં ભારતનો કેપ્ટન બની ગયો છે. જસપ્રીત બુમરાહને ભારતનો ટેસ્ટ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બે વરિષ્ઠ બેટ્સમેન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાને તેમના સતત ખરાબ પ્રદર્શનને પગલે શ્રીલંકા સામેની ઘરઆંગણે શ્રેણી માટે ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. આ સિવાય વિકેટ કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા અને અનુભવી ઝડપી બોલર ઈશાંત શર્માને પણ બહાર કરવામાં આવ્યા છે. સાહાની જગ્યાએ કેએસ ભરતને બેકઅપ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ચેતન શર્માની આગેવાની હેઠળની વરિષ્ઠ પસંદગી સમિતિએ શ્રીલંકા સામેની ટેસ્ટ અને ટી૨૦ શ્રેણી માટે પણ ટીમની જાહેરાત કરી છે. ડાબોડી સ્પિનર ??સૌરભ કુમારનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય શુભમન ગિલ અને કુલદીપ યાદવની ટીમમાં વાપસી થઈ છે. સંજુ સેમસન અને અવેશ ખાનને ્૨૦ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.