નરેન્દ્ર મોદીએ હરદોઈમાં કહ્યુ- મને ખ્યાલ છે કે આ વખતે હરદોઈ અને યુપીના લોકોએ બે વખત રંગોની હોળી ઉજવવાની તૈયારી કરી લીધી છે
હરદોઈ, તા.૨૦
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના હરદોઈમાં એક જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. પીએમ મોદીએ કહ્યુ કે લગભગ ૩૦૦ વખત ઉત્તરપ્રદેશને કોઈને કોઈ જિલ્લામાં કર્ફ્યૂ લાગ્યું. પરંતુ મુખ્યમંત્રી યોગીના રાજમાં એકપણ તોફાન થયું નહીં. તફાવત સ્પષ્ટ છે. વિચાર ઈમાનદાર છે, કામ દમદાર છે અને કામ અસરદાર છે. પીએમ મોદીએ કહ્યુ કે, તમારો આ ઉત્સાહ, આ જોશ અમારા માટે મોટો આશીર્વાદ છે. હરદોઈની પુણ્ય ભૂમિથી હોળી જેવા પવિત્ર તહેવારનો જોડાવ આપણે બધા જાણીએ છીએ. મને ખ્યાલ છે કે આ વખતે હરદોઈ અને યુપીના લોકોએ ૨ વખત રંગોની હોળી રમવાની તૈયારી કરી લીધી છે. પ્રથમ હોળી ૧૦ માર્ચે ભાજપની મહા જીત બાદ માવવામાં આવશે. પરંતુ જો ૧૦ માર્ચે ધૂમધામથી હોળી મનાવવી છે તો તેની તૈયારી તમામ પોલિંગ બૂથ પર જઈને કરવી પડશે, ઘર-ઘર જવું પડશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, આજે ત્રીજા તબક્કામાં પણ એક થઈને કમળના નિશાન પર ભારે મતદાન થઈ રહ્યું છે. આજે યુપીની સાથે-સાથે પંજાબમાં પણ મતદાન થઈ રહ્યું છે, ત્યાંના લોકો પણ પંજાબના વિકાસ, પંજાબની સુરક્ષા અને દેશની અખંડતા માટે મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યાં છે, ભાજપનું સમર્થન કરી રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યુ કે યુપીના આગામી તબક્કાની જવાબદારી પણ તમે લોકોએ લીધી છે. જે તુષ્ટિકરણની રાજનીતિમાં આપણા તહેવારોને રોરતા હતા, તેને યુપીની જનતાનો જવાબ ૧૦ માર્ચે મળી જશે. હરદોઈના લોકોએ તે દિવસ જોયા છે, જ્યારે આ લોકોએ કટ્ટા અને સટ્ટાવાળાને ખુલી છુટ આપી હતી. તેમણે કહ્યું કે, પાંચ વર્ષ પહેલાં માફિયાવાદે યુપીની શું સ્થિતિ બનાવી દીધી હતી? વેપારીઓને વેપાર કરવામાં ડર લાગતો હતો. ખંડણી, લૂંટ તો સામાન્ય વાત થઈ ગઈ હતી. લોકો કહેતા હતા, દિયા બરે, ઘર લૌટ આઓ. ખરાબ રીતે ચૂંટણી હારી રહેલા આ ઘોર-પરિવારવાદી હવે જાત-પાતના નામ પર ઝેર ફેલાવશે. પરંતુ તમારે માત્ર એક વાત યાદ રાખવાની છે- યૂપીનો વિકાસ, દેશનો વિકાસ. પીએમ મોદીએ કહ્યુ કે યુપીમાં તમે જે ડબલ એન્જિન સરકારને આશીર્વાદ આપ્યા છે, તે કોઈ એક ખાનદાનની સરકાર નથી. દિલ્હીમાં ભારતની સરકાર કોઈ એક ખાનદાનની સરકાર નથી. આ ગરીબ, કિશાન અને યુવાનોની સરકાર છે. અમે ૫ વર્ષમાં તમારા માટે ખુબ મહેનત કરી છે. પરંતુ મને તે વાતનો અફસોસ છે કે ૨૦૧૪થી લઈને ૨૦૧૭ વચ્ચે યુપીમાં આ પરિવારવાદીઓએ એકપણ કામમાં મારો સાથ આપ્યો નહીં.